આ બજેટ ગોળી વાગ્યા પર બેન્ડ-એઇડ લગાવવા જેવું, રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા
February 01, 2025
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું બજેટ રજૂ કર્યું છે. જેમાં મધ્યમ વર્ગને મોટી ભેટ આપતા 12 લાખ રૂપિયા સુધીની આવક પર ઝીરો ઈન્કમ ટેક્સ જેવી મોટી જાહેરાત કરવામાં આવી હતી. એવામાં હવે બજેટ 2025 પર કોંગ્રેસ સાંસદ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીની પ્રતિક્રિયા આવી છે.
કોંગ્રેસ સાંસદ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીની બજેટ પર પ્રતિક્રિયા
બજેટ પર કટાક્ષ કરતા વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'આ 'ગોળીના ઘા પર બેન્ડ-એઇડ' લગાવવા જેવું છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે, આપણા આર્થિક સંકટને ઉકેલવા માટે મોટા ફેરફારોની જરૂર હતી. પણ આ સરકાર વિચારોની બાબતમાં નાદાર છે.'
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે X પર પોસ્ટ કરતા કહ્યું કે, 'નાણામંત્રી નિર્મલા સીતારમણે વિકાસના ચાર એન્જિન - કૃષિ, MSME, રોકાણ અને નિકાસ વિશે વાત કરી હતી, પરંતુ બજેટ સંપૂર્ણપણે પાટા પરથી ઉતરી ગયું છે.'
તેમણે બીજી પોસ્ટમાં કહ્યું, “ડૉ. જ્યારે મનમોહન સિંહ વડાપ્રધાન હતા, ત્યારે આંતરરાષ્ટ્રીય કંપનીઓ પરમાણુ નુકસાની કાયદો, 2010 માટે સિવિલ લાયબિલિટી ઇચ્છતી હતી પરંતુ અરુણ જેટલીના નેતૃત્ત્વમાં ભાજપે આ કાયદાને નુકસાન પહોચાડ્યું હતું. હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ કરવા માટે નાણામંત્રીએ કાયદામાં સુધારો કરવાની જાહેરાત કરી છે.'
Related Articles
બજેટ 2025: કેન્સરની દવાઓ સસ્તી, 10 હજાર મેડિકલ બેઠકો, આરોગ્ય ક્ષેત્ર માટે મહત્ત્વની જાહેરાત
બજેટ 2025: કેન્સરની દવાઓ સસ્તી, 10 હજાર...
બજેટ 2025: સિનિયર સિટીઝનને ડબલ ફાયદો, TDS લિમિટ વધારીને રૂ. 1 લાખ કરાઈ
બજેટ 2025: સિનિયર સિટીઝનને ડબલ ફાયદો, TD...
Feb 01, 2025
બજેટ 2025-26 : 12 લાખ સુધીની આવક પર કોઇ ટેક્સ નહી, નાણામંત્રીનો માસ્ટરસ્ટ્રોક
બજેટ 2025-26 : 12 લાખ સુધીની આવક પર કોઇ...
Feb 01, 2025
બજેટ - 2025 : ખેતી માટે કિસાન ક્રેડિટ કાર્ડ મર્યાદા વધારીને 5 લાખ કરી
બજેટ - 2025 : ખેતી માટે કિસાન ક્રેડિટ કા...
Feb 01, 2025
ગાઝીપુરમાં મહાકુંભથી પરત આવતા ભક્તોને નડ્યો અકસ્માત, આઠના મોત
ગાઝીપુરમાં મહાકુંભથી પરત આવતા ભક્તોને નડ...
Jan 31, 2025
કોંગ્રેસના શાહી પરિવારે રાષ્ટ્રપતિનું અપમાન કર્યું: મોદીનો સોનિયા ગાંધીને જવાબ
કોંગ્રેસના શાહી પરિવારે રાષ્ટ્રપતિનું અપ...
Jan 31, 2025
Trending NEWS
01 February, 2025
01 February, 2025
01 February, 2025
01 February, 2025
01 February, 2025
01 February, 2025
31 January, 2025
31 January, 2025
31 January, 2025
31 January, 2025
Feb 01, 2025