બજેટ - 2025 : ખેતી માટે કિસાન ક્રેડિટ કાર્ડ મર્યાદા વધારીને 5 લાખ કરી

February 01, 2025

અત્યાર સુધી ખેડૂતોને ખેતી માટે કિસાન ક્રેડિટ કાર્ડ પર માત્ર 3 લાખ રૂપિયાની મર્યાદા મળતી હતી. જે આ બજેટમાં વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સિવાય દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ દેશના સુસ્ત આર્થિક વિકાસને વેગ આપવા માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં તેમનું આઠમું બજેટ રજૂ કરી રહ્યાં છે. તેમણે તેમના બજેટ ભાષણમાં વિકસિત ભારતનું વિઝન રજૂ કર્યું હતું. આ ક્રમમાં આ બજેટમાં ખેડૂતોને મોટી ભેટ આપતા તેમણે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ખેડૂતોને ખેતી માટે કિસાન ક્રેડિટ કાર્ડ પર માત્ર 3 લાખ રૂપિયાની મર્યાદા મળતી હતી. આ સિવાય દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ દેશના સુસ્ત આર્થિક વિકાસને ઝડપી બનાવવા માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે ખેડૂતોને મોટી ભેટ આપી છે. અત્યાર સુધી, ખેડૂતોને KCC દ્વારા માત્ર 3 લાખ રૂપિયા સુધીની લોન મળતી હતી, જે બજેટ 2025માં વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ટૂંક સમયમાં ખેડૂતોને આ વધેલી મર્યાદાનો લાભ મળશે.