બજેટ 2025-26 : 12 લાખ સુધીની આવક પર કોઇ ટેક્સ નહી, નાણામંત્રીનો માસ્ટરસ્ટ્રોક

February 01, 2025

કેન્દ્રીય નાણામંત્રીએ ઇન્કમ ટેક્સને લઇને મોટી જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્ર સરકારની તિજોરી સામાન્ય માણસ માટે ખોલી દીધી છે.   નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા જણાવ્યું કે 12  લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં આ જાહેરાત કરી છે.

હવે આ નવો ટેક્સ સ્લેબ હશે. કરદાતાઓની નજર બજેટ પર રહે છે. આ વખતે નાણામંત્રીએ 12  લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં આપવાની જાહેરાત કરી છે. હવે દેશમાં 12 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત રહેશે. વધુમાં, તેમને 75,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળશે.

વરિષ્ઠ નાગરિકો માટે ખાસ જાહેરાત
તેમણે કહ્યું કે ટીડીએસ મર્યાદામાં એકરૂપતા લાવવા માટે તેમાં ફેરફાર કરવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો માટે TDS મુક્તિની મર્યાદા 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવશે. ભાડાની આવક પર TDS મુક્તિની મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવશે.

ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર

  • 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે.
  • 12 લાખ રૂપિયાથી વધુ અને 16 લાખ રૂપિયા સુધીની આવક પર 15 ટકા ટેક્સ લાગશે.
  • 15 લાખથી 20 લાખ રૂપિયાની આવક પર 20 ટકા ટેક્સ લાગશે.
  • 20 લાખથી 25 લાખ રૂપિયાની આવક પર 25 ટકા ટેક્સ લાગશે.
  • 25 લાખ રૂપિયાથી વધુ રકમ પર 30% ટેક્સ લાગશે.

નોકરીયાત લોકો માટે રાહતના સમાચાર

  • ઇન્કમટેક્સ પર 12 લાખ સુધી કોઇ ટેક્સ કપાશે નહી
  • 1 લાખ મહિને આવક તો કોઇ ટેક્સ નહીં
  •