મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુઓની મદદ માટે ‘ગુજરાત પવેલિયન’ 24 કલાક કાર્યરત,

January 31, 2025

ભારત સહિત વિશ્વભરના ભક્તો મહાકુંભ 2025માં સહભાગી થઈ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવીને ધન્યતા અનુભવે છે. ત્યારે બુધવારે મહાકુંભમાં ભાગદોડ મચતાં 30 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા હતા. મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુઓને માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા હેલ્પ ડેસ્ક શરુ કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વાર ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-180-5600 જાહેર કરાયો છે. 
ગુજરાતમાંથી પણ લાખો ભાવિકો મહાકુંભ 2025માં સહભાગી થવા પ્રયાગરાજ જઈ રહ્યા છે. ત્યારે તેમને તમામ સુવિધાઓ-સેવાઓ આપવા માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પ્રયાગરાજ ખાતે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 સુધી ‘ગુજરાત પવેલિયન’ બનાવામાં આવ્યું છે. ગુજરાત પવેલિયનનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના વારસાને ભારત સહિત વિશ્વભરના લોકોને પરિચય કરાવી તીર્થયાત્રીઓને શક્ય તમામ પ્રકારની મદદ કરવાનું છે. આ ઉપરાંત ગુજરાત પ્રવાસન નિગમ દ્વાર ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-180-5600 જાહેર કરાયો છે. જેમાં મહાકુંભ 2025ને લગતી તમામ માહિતીઓ ઉપરાંત પેવેલિયનની સેવાઓ વિશે જાણકારી મેળવી શકાશે.