Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ગુજરાત રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસી નેતાના પત્ની ઝાકિયા જાફરીનું 86 વર્ષની વયે નિધન

February 01, 2025

ગુજરાત 2002 રમખાણોની પીડિતા ઝાકિયા જાફરીનું નિધન થઈ ગયું છે. ઝાકિયા જાફરી પૂર્વ કોંગ્રસ સાંસદ એહસાન જાફરીના પત્ની હતાં. એહેસાન જાફરી 2002ના ગુજરાત રમખાણ દરમિયાન ગુલબર્ગ હાઉસિંગ સોસાયટીમાં 68 અન્ય લોકો સાથે માર્યા ગયા હતાં. ઝાકિયા જાફરીએ રમખાણો પાછળ મોટા ષડયંત્રનો આરોપ લગાવતા ઉચ્ચ અધિકારીઓ સામે તપાસની માંગ કરતાં કાયદાકીય લડાઈ લડી હતી   

મળતી માહિતી મુજબ, ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે ઝાકિયા જાફરીનું 86 વર્ષની વયે નિધન થયું છે. તેઓએ અમદાવાદમાં છેલ્લાં શ્વાસ લીધા હતાં. 2006થી ગુજરાત સરકાર સામે લાંબી કાયદાકીય લડાઈ લડવાના કારણે તે પીડિયો માટે ન્યાયની લડાઈનો ચહેરો બન્યા હતાં. 

ઝાકિયા જાફરીના દીકરા તનવીર જાફરીએ જણાવ્યું કે, 'મારી મા અમદાવાદમાં મારી બહેનના ઘરે ગઈ હતી. તેએ પોતાની સવારની દિનચર્યા પૂરી કરી અને પોતાના પરિવાર સભ્યોની સાથે સામાન્ય રીતે વાતચીત કરી રહી હતી. આ દરમિયાન તેને ગભરામણ થવા લાગી, ત્યારે ડૉક્ટરને બોલાવવામાં આવ્યા હતાં. સારવાર દરમિયાન આશરે 11:30 વાગ્યે તબીબોએ તેને મૃત જાહેર કરી.'