ગાઝીપુરમાં મહાકુંભથી પરત આવતા ભક્તોને નડ્યો અકસ્માત, આઠના મોત

January 31, 2025

ગાઝીપુરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે, જેમાં 8 લોકોના મોત થયા છે. જેમાં મૃતકોમાં ત્રણ મહિલા, ચાર પુરુષઅને એક બાળકનો સમાવેશ થાય છે. આ અકસ્માત શુક્રવારે વારાણસી-ગાઝીપુર-ગોરખપુર ફોર લેન પર થયો.

આ દુર્ઘટના નંદગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કુસામી કલાન ગામમાં થઈ હતી. પ્રયાગરાજથી યુપી નંબરવાળી પીકઅપમાં સ્નાન કરીને લોકો પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન પીકઅપની એક્સલ તૂટતા તેમાં બેઠેલા લોકો રસ્તા પર પડી ગયા હતા. આ દરમિયાન પાછળથી આવતી એક ટ્રકે આ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ-વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા