બજેટ 2025: કેન્સરની દવાઓ સસ્તી, 10 હજાર મેડિકલ બેઠકો, આરોગ્ય ક્ષેત્ર માટે મહત્ત્વની જાહેરાત

February 01, 2025

બજેટ 2025માં આરોગ્ય ક્ષેત્રને લઈને ઘણી આશાઓ હતી, આ ક્ષેત્રમાં સરકારી ખર્ચ વધારવાની વાત કરાઈ હતી અને ઘણી અન્ય મહત્ત્વપૂર્ણ બાબતોમાં ટેક્સ રિર્ફોર્મનો લાભ મળશે. આ ઉપરાંત, નાણાંમંત્રી નિર્મલા સીતારમણે મેડિકલ એજ્યુકેશનની જરૂરિયાતોને પૂર્ણ કરવા પર પણ ખાસ ધ્યાન આપ્યું છે. આરોગ્ય ક્ષેત્રમાં ઘણી મોટી ભેટ મળી છે. ડે કેર કેન્સર સેન્ટર: બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે, 'આગામી 3 વર્ષમાં દેશના તમામ જિલ્લાઓમાં ડે કેર કેન્સર સેન્ટર ખોલશે. નાણાંકીય વર્ષ 2025-26માં આવા 200 કેન્દ્રો ખોલવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. આનાથી ઘણાં ગરીબ અને મધ્યમ આવક ધરાવતા લોકોને ફાયદો થઈ શકે છે જેઓને મોંઘી કેન્સરની સારવાર પરવડી શકે તેમ નથી. મેડિકલ એજ્યુકેશન પર ધ્યાન કેન્દ્રિત કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે, 'દર વર્ષે મેડિકલ કૉલેજમાં 10 હજાર નવી બેઠકો ઉમેરવામાં આવશે. આ ઉપરાંત આગામી 5 વર્ષમાં 75 હજાર વધુ બેઠકો ઉમેરવામાં આવશે. આ મેડિકલની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે.' કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવેલી દવાઓની યાદીમાં 36 જીવનરક્ષક દવાઓ ઉમેરવામાં આવશે. 37 વધુ દવાઓ અને 13 નવા પેશેન્ટ એસિસ્ટેન્ટ પ્રોગ્રમને બેઝિક કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવશે. જોકે, 5 ટકાની રાહત કસ્ટમ ડ્યુટી સાથે 6 જીવનરક્ષક દવાઓ આ યાદીમાં ઉમેરવામાં આવશે. આ ઉપરાંત મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવશે અને તબીબી સાધનો સસ્તા થશે.