ટ્રમ્પનો ટેરિફ વૉર શરૂ, કેનેડા-ચીન--મેક્સિકો પર

February 01, 2025

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક ચોંકાવનારા અને આંચકાજનક નિર્ણયો લઈ રહ્યા છે. તેમણે આજથી કેનેડા, ચીન અને મેક્સિકો સહિત અમેરિકા સાથે વેપાર કરતા મુખ્ય ભાગીદારો પર ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી દુનિયાભરમાં ખળભળાટ મચાવી દીધો છે. 

વ્હાઇટ હાઉસે આ મામલે પુષ્ટિ કરતાં પ્રેસ સચિવ કેરોલિન લેવિટે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ટ્રમ્પ મેક્સિકો અને કેનેડા પર 25% ટેરિફની સાથે સાથે ચીન પર 10% ટેરિફ લગાવશે. 

આ પગલું એ દેશો વિરુદ્ધ ભરવામાં આવ્યું જે ગેરકાયદે ફેન્ટેનાઈલ (માદક પદાર્થ)નો સપ્લાય અને વિતરણની મંજૂરી આપી અમેરિકામાં નશીલી દવાઓની સમસ્યાને પ્રોત્સાહન આપી રહ્યા છે. લેવિટે કહ્યું કે મેક્સિકો પર 25% ટેરિફ, કેનેડા પર 25% ટેરિફ અને અમારા દેશમાં મોકલેલા ગેરકાયદે ફેન્ટેનાઈલ બદલ ચીન પર 10% ટેરિફ લાગુ કરી રહ્યા છે જેણે અમેરિકામાં 10 લાખ લોકોના જીવ લીધા. 

લેવિટે કહ્યું કે 1 માર્ચ નહીં પણ 1 ફેબ્રુઆરીથી જ આ ટેરિફ લાગુ કરવામાં આવી રહ્યો છે. અમુક મીડિયા અહેવાલોના અહેવાલો ખોટા છે. ડોનાલ્ડ ટ્રમ્પે જે વાયદા કર્યા હતા તે પૂરાં કરવાની દિશામાં આ એક પગલું છે.