કોંગોમાં સેના અને બળવાખોરો વચ્ચે લોહિયાળ હિંસા, એક સપ્તાહમાં 773 નિર્દોષ નાગરિકોના મોત

February 03, 2025

કોંગોના અધિકારીઓએ માહિતી આપી છે કે આ સપ્તાહે પૂર્વી કોંગોના સૌથી મોટા શહેર ગોમા અને તેની આજુબાજુના વિસ્તારોમાં રવાંડા સમર્થિત બળવાખોરો સાથેની લડાઈમાં ઓછામાં ઓછા 773 લોકોના મોત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રવાંડા સમર્થિત બળવાખોરોએ કોંગોના ગોમા શહેર પર કબ્જો કર્યો હતો, જેને લીધે એક દાયકાથી ચાલી રહેલો આ સંઘર્ષ વધી ગયો છે. અત્યારે અન્ય ક્ષેત્રોમાં સેનાને લીધે બળવાખોરોની પકડ નબળી પડી છે. સેના કેટલાક ગામોને પાછા મેળવી રહી છે.

કોંગોના સરકારી પ્રવક્તાએ આપેલી માહિતી પ્રમાણે ગોમામાં 773 મૃતદેહો અને 2,880 ઈજાગ્રસ્તોની પુષ્ટી કરવામાં આવી છે. મૃતકોની સંખ્યા વધારે હોઈ શકે છે. બળવાખોરોએ પાણી અને વીજળી જેવી પાયાની સુવિધા પૂર્વવત કરવાની ખાતરી આપતા સેંકડોની સંખ્યામાં ગોમાવાસી શહેરમાં પરત ફરી રહ્યા હતા. અહીં સ્થિતિ ખૂબ જ હિંસક છે. પ્રજા ખૂબ જ થાકી ગઈ છે.

M23 કોંગોના ખનિજથી સમૃદ્ધ પૂર્વમાં નિયંત્રણ માટે 100થી વધારે સશસ્ત્ર સમુદાયોમાં સૌથી શક્તિશાળી છે. તેની પાસે મોટાભાગે ટેકનોલોજી રહેલ છે. બળવાખોરોને પડોસી રવાંડાના આશરે 4000 સૈનિકોનું સમર્થન મળેલુ છે. જે વર્ષ 2012ની તુલનામાં ઘણુ વધારે છે. તેમણે કહ્યું કે પહેલી વખત ગોમા પર કબ્જો કરવામાં આવ્યો હતો અને જાતીય ફરિયાદોથી પ્રેરિત સંઘર્ષમાં કેટલાક દિવસો સુધી આ પ્રકારના કબ્જામાં રહ્યા હતા.