વેરાવળ GIDCમાં કામ કરતી દલિત સમાજની દીકરીનું શંકાસ્પદ મૃત્યુ

February 03, 2025

ગીર સોમનાથ - વેરાવળ GIDCની અંદર કારખાનામાં કામ કરતી એક દલિત સમાજની દીકરીનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ નીપજ્યું. સમગ્ર ઘટના મામલ જીગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને માહિતી આપી હતી. જામનગર સિવિલ ખાતે યુવતીનું પીએમ કરવામાં આવ્યું. જ્યારે પરિવાજનોએ કેટલીક માગો મુકીને મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. 
જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, 'વેરાવળ GIDCના કારખાનામાં દલિત સમાજની દીકરીનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ નીપજ્યું. હાલ તેમનું PM કરાવવા માટે જામનગર સિવિલમાં લાવવામાં આવ્યા હતા. દીકરીનું PM થઈ ગયું છે, પરંતુ પીડિત પરિવારે જ્યાં સુધી પોતાની માંગણી સંતોષવામાં નહિ આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરી છે.'
- શું છે પરિવારની માગ?
1. કંપની પાસે સેફ્ટીના કોઈ સાધનો કે કંપનીનું કોઈપણ રજીસ્ટર ના હોવાથી તેને બંધ કરવામાં આવે.
2. કંપનીના માલિક પર એફ.આર.આઇ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે.
3. પીડિત પરિવારને 10 લાખનું વળતર આપવામાં આવે.