મહાકુંભમાં નાસભાગ મુદ્દે સંસદમાં હોબાળો
February 03, 2025
સંસદના ચાલુ બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ છે. બજેટ સત્રની શરૂઆત 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના સંબોધન સાથે થઈ હતી, તે જ દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વે રજૂ કર્યો હતો. જયારે 1 ફેબ્રુઆરીએ તેમણે નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. જેમાં લોકસભામાં પ્રશ્નકાળની કાર્યવાહી હંગામા સાથે શરૂ થઈ હતી, તો રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન 'જય શ્રી રામ'ના નારા લગાવવામાં આવ્યા હતા.
આજે લોકસભામાં પ્રશ્નકાળની કાર્યવાહી હંગામા સાથે શરૂ થઈ હતી. વિપક્ષ પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ અને મૃત્યુ પર ચર્ચાની માંગ કરી હતી. ઘણા વિપક્ષી સભ્યો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. જેના કારણે ગૃહમાં હોબાળો મચી ગયો છે.
પ્રશ્નકાળની કાર્યવાહી શરૂ થયા બાદ પણ વિપક્ષી સભ્યો ચર્ચાની માંગણી સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને નારા લગાવતા લોકસભા સ્પીકર ઓમ બિરલાની સામે પહોંચી ગયા હતા. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ હંગામો મચાવનારા સાંસદોને કહ્યું, 'શું જનતાએ તમને હંગામો કરવા માટે ચૂંટ્યા છે.'
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષને પ્રશ્નકાળ ચાલુ રાખવાનો આગ્રહ કરતા કહ્યું કે, 'રાષ્ટ્રપતિએ પણ પોતાના સંબોધનમાં આ અંગે ચર્ચા કરી છે. આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન તમે આ વિષય પર પણ બોલી શકો છો. પ્રશ્નોત્તરીનો સમય સભ્યો માટે મહત્ત્વનો સમય છે. તેને ચાલુ રહેવા દો.'
એવામાં જ્યારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે અધ્યક્ષ જગદીપ ધનખડ ગૃહમાં પ્રવેશ્યા ત્યારે સભ્યોએ 'જય શ્રી રામ'ના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું.
Related Articles
'નાસભાગ બાદ મૃતદેહોને નદીમાં ફેંકી દેવાયા', મહાકુંભ દુર્ઘટના પર સાંસદ જયા બચ્ચનનો મોટો આરોપ
'નાસભાગ બાદ મૃતદેહોને નદીમાં ફેંકી દેવાય...
જ્યાં ભાજપના સૂપડાં સાફ થવાના હતા ત્યાં નવા વૉટર્સના નામ જોડાઈ ગયા: રાહુલ ગાંધી
જ્યાં ભાજપના સૂપડાં સાફ થવાના હતા ત્યાં...
Feb 03, 2025
છેલ્લે છેલ્લે દિલ્હીમાં કોંગ્રેસે કર્યો ખેલ? 11 સીટ પર આપ-ભાજપનું ટેન્શન વધાર્યું
છેલ્લે છેલ્લે દિલ્હીમાં કોંગ્રેસે કર્યો...
Feb 03, 2025
હરિયાણા ભાજપમાં ભડકો? દિગ્ગજ નેતા અનિલ વિજે મુખ્યમંત્રીને ગદ્દાર...ગદ્દાર...ગદ્દાર... કહ્યાં!
હરિયાણા ભાજપમાં ભડકો? દિગ્ગજ નેતા અનિલ વ...
Feb 03, 2025
'મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ભારત નિષ્ફળ રહ્યું, PM એ પ્રયાસ કર્યા પણ નિષ્ફળ રહ્યાં...' : સંસદમાં રાહુલ ગાંધી
'મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ભારત નિષ્ફળ રહ...
Feb 03, 2025
ISROનું 100મું મિશન મુશ્કેલીમાં, ઓક્સિડાઇઝર વાલ્વ ન ખુલતા સેટેલાઇટ લોન્ચિંગ અટક્યું
ISROનું 100મું મિશન મુશ્કેલીમાં, ઓક્સિડા...
Feb 03, 2025
Trending NEWS
03 February, 2025
03 February, 2025
03 February, 2025
03 February, 2025
03 February, 2025
03 February, 2025
03 February, 2025
03 February, 2025
03 February, 2025
03 February, 2025
Feb 03, 2025