વસંત પંચમીના અવસરે ત્રીજુ અમૃત સ્નાન, શ્રદ્ધાળુઓની આસ્થાની ડૂબકી

February 03, 2025

મહાકુંભમાં વસંત પંચમીના અમૃત સ્નાનનો પ્રારંભ થયો છે. નાગા સાધુઓ સૌથી પહેલા ડૂબકી મારી હતી. આ પછી મહાનિર્વાણી અખાડા અને ત્યારબાદ નિરંજની અખાડાએ સંગમમાં અમૃત સ્નાન કરી આસ્થાની ડૂબકી લગાવી હતી. આ પ્રસંગે ઓપરેશન XI ચલાવીને ક્રાઉડ મેનેજમેન્ટ સ્પેશિયલ પ્લાન હેઠળ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ યોજના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર બનાવવામાં આવી છે.

શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વન-વે રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મેળામાં આવતા લોકોને કોઇપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે પોન્ટુન બ્રિજ પર પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વસંત પંચમી પર અખાડાઓનું અમૃત સ્નાન ચાલુ રહે છે. આ અવસરે ત્રિવેણી સંગમમાં અમૃતસ્નાન કરી રહેલા તમામ સંતો-સાધુઓ પર હેલિકોપ્ટરથી પુષ્પોની વર્ષા કરવામાં આવી રહી છે.