રશ્મિકાને ત્રણ-ત્રણ ફ્રેક્ચર, જાતે ઊભી રહી શકતી નથી

January 28, 2025

મુંબઇ : રશ્મિકાને પગમાં ત્રણ ફ્રેક્ચર છે અને  સાથે સાથે મસલ્સ પણ ડેમેજ થયાં છે. આથી તે પોતાના પગ પર ઊભી પણ રહી શકતી નથી. રશ્મિકાએ જાતે પોતાનો એક્સ રે રીપોર્ટ શેર  કર્યો હતો અને જણાવ્યું હતું કે પોતે પોતાના પગ પર ઊભી રહેવા માટે તરસી ગઈ છે. તાજેતરમાં 'છાવા' ફિલ્મની એક ઈવેન્ટ માટે રશ્મિકા માંડ માંડ ચાલી શકતી હોવાનો  વીડિયો વાયરલ થયો હતો. તે એરપોર્ટ પર વ્હિલચેરમાં પણ જોવા મળી હતી. રશ્મિકાની ઈજાના કારણે 'છાવા' ફિલ્મનાં તેનાં પ્રમોશનનાં શિડયૂલ પર અસર પડી છે. તે અગાઉથી પ્લાન્ડ થયેલી ઈવેન્ટમાં હાજરી નહિ આપી શકે . આ ઉપરાંત 'સિકંદર' સહિતની તેની ફિલ્મોના શૂટિંગ પર પણ અસર પડી છે.