કેનેડાની અર્થવ્યવસ્થા ડૂબવા તરફ, હજારો લોકો દેશ છોડી રવાના થયા

December 11, 2023

કેનેડાની અર્થવ્યવસ્થા, જેનું એકસમયે સમૃદ્ધિનું ઊદાહરણ અપાતું હતું, તે હવે ખલાસ થઈ રહી છે. દર વર્ષે હજારો લોકો ત્યાંથી અન્ય દેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે. આ એક ખૂબ જ મોટું સંકટ છે જેણે ટ્રુડોની ચિંતા વધારી દીધી છે.

ખાલિસ્તાની અલગતાવાદીઓને આશ્રય આપીને ભારત સાથે દુશ્મની વહોરી લેનાર કેનેડાની મુસીબતો સતત વધી રહી છે. ત્યાંની ગ્લિટ્ઝ અને ગ્લેમર લાઈફનો પરપોટો હવે ફૂટવા લાગ્યો છે. છેલ્લા કેટલાક સમયથી હજારો લોકો કેનેડા છોડીને અન્ય દેશોમાં શિફ્ટ થઈ રહ્યા છે. આના કારણે કેનેડાની અર્થવ્યવસ્થા સંકોચાવાનું જોખમ સતત વધી રહ્યું છે.

લોકો તેમની કમનસીબી માટે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોની ખોટી નીતિઓને જવાબદાર ઠેરવી રહ્યા છે. આવી સ્થિતિમાં, તમારે જાણવું જોઈએ કે શું કારણ છે જેના કારણે લોકો આ નિર્ણય લેવા માટે મજબૂર થઈ રહ્યા છે અને હજારોની સંખ્યામાં દેશને છોડી રહ્યા છે.

રોયટર્સ એજન્સીના રિપોર્ટ અનુસાર કેનેડામાં રહેવું અને વસવું હવે મોંઘું થઈ રહ્યું છે. વધતી વસ્તીની સરખામણીમાં રહેણાંક મકાનોની સંખ્યા ઓછી હોવાને કારણે ઘરના ભાડા ઝડપથી વધી રહ્યા છે. સ્થિતિ એવી છે કે લોકોને તેમની આવકનો 30 ટકા હિસ્સો માત્ર મકાન ભાડામાં ચૂકવવો પડે છે. તેનાથી તેમની કમર તૂટી રહી છે અને તેઓ અન્ય દેશો તરફ વળ્યા છે.