આજથી આયુષ્યમાન યોજના હેઠળ દેશભરની ખાનગી હોસ્પિટલોમાં 10 લાખ સુધીની સારવાર મળશે મફત

April 05, 2025

આયુષ્માન યોજનાને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. આજથી ગરીબોને આયુષ્માન યોજનાનો લાભ મળશે. આ સુવિધા હેઠળ, નોંધાયેલા વ્યક્તિઓ દિલ્હી સહિત દેશભરની ખાનગી હોસ્પિટલોમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે દિલ્હી સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરવા માટે શનિવારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે.

કેન્દ્ર સરકારની આયુષ્માન યોજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સારી સારવાર પૂરી પાડવા માટે છે. દિલ્હીમાં પણ આ લોકોને આ યોજનાનો લાભ મળશે . મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેમની પાસે AAY કાર્ડ છે તેમના કાર્ડ પહેલા બનાવવામાં આવશે. આ પછી, BPL કાર્ડ ધારકોનો વારો આવશે. 10 એપ્રિલ સુધીમાં આયુષ્માન યોજના ઓછામાં ઓછા 1 લાખ લોકોને ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક છે.