દ્રૌપદી મૂર્મુના વિદેશ પ્રવાસમાં સાથ આપનાર બે સાંસદોમાં ધવલ પટેલનો સમાવેશ

April 05, 2025

ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ સાથે આગામી તારીખ છઠ્ઠી એપ્રિલથી અગયારમી એપ્રિલ સુધી દેશનું પ્રતિનિધિ મંડળ વિદેશી દેશો પોર્ટુગલ અને સ્લોવકીયા ખાતે જનાર છે. જેમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાભણીયા સાથે દેશના માત્ર બે સાંસોદોની પસંદગી કરવામાં આવી છે જેમાં લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ અને સંધ્યા રાય દેશનું પ્રતિનિધિત્વ કરશે.

દેશના મહામહિમ રાષ્ટ્રપતિજીના પોર્ટુગલ અને સ્લોવાકિયા ખાતેના પ્રવાસ દરમ્યાન બંને દેશો સાથે ભારત દેશના રાજકીય સંબંધો તેમજ વ્યાપારિક વાટા ઘાટાઓ થનાર છે. તેમજ આ બંને દેશો સાથે ભારત દેશના પારસ્પરિક વ્યાપરિક સંબંધો વિકસાવવા બાબતોએ પણ ચર્ચા વિચારણાઓ કરવામાં આવશે. સાથે રાષ્ટ્રપતિ અને પ્રતિનિધિ મંડળને રાષ્ટ્રીય સન્માન પણ આપવામાં આવશે.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારમાં યુવા અને શિક્ષિત સાંસદોને ખુબજ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે વિદેશની ધરતી પર જનારા ભારત દેશના પ્રતિનિધિ મંડળમાં વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે વલસાડ,ડાંગ,નવસારી જિલ્લા માટે ગોરવાંકિત ક્ષણો લેખાશે.