હૃતિક રોશનને મળવા ફેનએ ખર્ચ્યા 1.2 લાખ રૂપિયા, 2 કલાક રાહ જોવા છતાં ન મળ્યો ફોટો

April 09, 2025

બોલિવૂડ સ્ટાર હૃતિક રોશન આ દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે. જ્યાં તે વિવિધ શહેરોમાં જઈ રહ્યો છે અને કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યો છે. આ સમય દરમિયાન, એક્ટર તેના ફેન્સને પણ મળી રહ્યો છે. એવામાં હૃતિકે ટેક્સાસના ડલ્લાસમાં એક ફેન્સ મીટઅપમાં હાજરી આપી હતી. આ મીટઅપ સોફી ચૌધરીએ હોસ્ટ કરી હતી. હાલ સોશિયલ મીડિયા પર આ મીટઅપ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. પરંતુ ત્યાં હાજર ફેન્સનો અનુભવ સારો ન હતો અને તેમણે મેનેજમેન્ટની ટીકા કરી છે. હૃતિકના મીટઅપની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. આ દરમિયાન હૃતિકે પોતાના ફેન્સનું મનોરંજન કરવા માટે ડાન્સ મૂવ્સ પણ બતાવ્યા હતા. પરંતુ ફેન્સને આશા હતી કે 1.2 લાખ રૂપિયા ખર્ચ કર્યા પછી, તેમને હૃતિકને મળવાની મંજૂરી મળશે પણ એવું થયું નહિ. એવામાં હવે લોકોની ફરિયાદવાળી પોસ્ટ ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહી છે. એક ફેનએ VIP એક્સેસ માટે 1.2 લાખ રૂપિયા ચૂકવ્યા, પણ તેને હૃતિક રોશન સાથે ફોટો પણ ન મળ્યો. એક નિરાશ ફેનએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે, 'મેં હૃતિકને મળવા માટે 1.2 લાખ રૂપિયા ખર્ચ્યા પરંતુ 2 કલાક લાઈનમાં રાહ જોયા પછી પણ મને હૃતિક સાથેનો ફોટો મળ્યો નહીં. હૃતિકે ફક્ત 30 મિનિટ માટે જ પર્ફોર્મન્સ આપ્યું. VIP એક્સેસ માટે ખર્ચેલા પૈસા વેડફાઈ ગયા અને તેમણે અમને રિફંડ પણ આપ્યું. મને ઋત્વિક ખૂબ ગમે છે પણ આ ઇવેન્ટ બિલકુલ આયોજિત નહતી, આ કારણે તે પણ નારાજ હતો.'