બ્રેકઅપ બાદ તમન્ના ભાટિયા ફરી પ્રેમની શોધમાં? કહ્યું - કોઇ સહારા મિલ જાએ...

April 09, 2025

જાણીતી અભિનેત્રી તમન્ના ભાટિયા અને વિજય વર્માના બ્રેકઅપની ખબરો જોરશોરમાં ચાલી રહી છે. બંને હવે એક સાથે નજર નથી આવી રહ્યા. તેઓ બંને પાર્ટીમાં અલગ-અલગ દેખાઈ રહ્યા છે. ત્યારે શું હવે બ્રેકઅપ બાદ એક્ટ્રેસ ફરીથી પ્રેમની તલાશમાં છે? આનો જવાબ હવે તમન્નાએ પોતાની તેલુગુ ફિલ્મ Odela 2ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં આપ્યો છે. આ દરમિયાન એક્ટ્રેસે પોતાના મુશ્કેલીભર્યા દિવસો પર વાત કરી છે. એક્ટ્રેસે એમ પણ કહ્યું કે, 'મહાદેવની ભક્તિ દ્વારા મને જીવન વિશે ઘણું જ્ઞાન મળ્યું છે. જ્યારે જીવનમાં કોઈ સમસ્યા આવે અથવા જ્યારે આપણે કોઈ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હોઈએ છીએ, ત્યારે આપણે હંમેશા બહાર કંઈક શોધવાનો પ્રયાસ કરીએ છીએ. આપણે વિચારીએ છીએ કે આપણને કોઈ સહારો મળી જાય. પરંતુ મહાદેવની પ્રાર્થના કરીને મેં જે શીખ્યું છે તે એ છે કે આપણને જે જોઈએ છે તે આપણી અંદર જ છે. આપણે બહાર ક્યાંય શોધવાની જરૂર નથી. જો આપણે ખરેખર આપણી અંદર જોઈશું તો આપણને દરેક સમસ્યાનો જવાબ મળી જશે. હું આ જ ફોલો કરું છું.'