માધુરી સામે હોબાળો : 200 ડોલરની ટિકિટના શોમાં ફક્ત ચિટચેટ કરી

November 05, 2025

મુંબઇ : કેનેડામાં માધુરી દિક્ષિતના શોનાં અવ્યવસ્થા તથા ખોટા પ્રચાર બદલ ઓનલાઈન ટીકાઓની ઝડી વરસી છે. આ શોમાં માધુરી ત્રણ કલાક મોડી પડી હતી. તે પછી તેણે સ્ટેજ પર આવીને ફક્ત ચીટચેટ કરી હતી. ચાહકોને હતું કે તે તેનાં જાણીતાં ગીતો પર ડાન્સ કરશે તેને બદલે તેણે એક-એક ગીત પર તેની પ્રચલિત અદા જ  દર્શાવી હતી. શોની ટિકિટ ૨૦૦ ડોલર લેવાઈ હતી. ચાહકોએ લખ્યું હતું કે ૨૦૦ ડોલર ખર્ચીને તેઓ ફક્ત માધુરીની  ચિટચેટ સાંભળવા આવ્યા ન હતા.કેટલાય લોકોએ ઓડિટોરિયમ છોડી દીધું હતું. અનેક લોકોએ ઓનલાઈન કોમેન્ટસ કરી ટિકિટ ના પૈસા પાછા માગ્યા હતા. કેટલાકે  તો કાયદેસર પગલાં  લેવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. દરમિયાન માધુરીના ચાહકો પણ તેના બચાવમાં આવ્યા હતા. સંખ્યાબંધ ચાહકોએ લખ્યું હતું કે શો બાબતે કોઈ અસંતોષ હોય તો તેના માટે આયોજકોને જવાબદાર ગણવા જોઈએ. તેમણે શોનો ખોટી રીતે પ્રચાર  કર્યો હતો. માધુરીએ તો કરાર પ્રમાણે જેટલું કમીટ કર્યું હશે તેટલું કામ કર્યું જહશે.