સંભલ, મથુરા, વકફ સહિતના મુદ્દાઓ પર યુપીના CM ખુલીને બોલ્યા

March 26, 2025

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે હિંસા ફેલાવી તોફાન કરનારાઓની હવે ખેર નહી અમે તેમને ઘૂંટણિયે પડવા દબાણ કરીશું. સીએમએ કહ્યું કે આજે યુપી વિકાસ અને વિરાસત વચ્ચે તાલમેલ જાળવીને આગળ વધી રહ્યું છે. આજે જ્યારે પણ દીકરી ઘરની બહાર જાય છે ત્યારે તે સુરક્ષિત અનુભવે છે. આ સિવાય સીએમએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું.

માર્ચમાં યોજાયેલી હોળી પર મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તમે રંગબેરંગી કપડાં પહેરો છો પરંતુ હોળી પર થોડો રંગ પડે તો તમે હંગામો મચાવો છો. લાઉડસ્પીકર હટાવવાના નિર્ણય પર સીએમએ કહ્યું કે કોર્ટના આદેશ મુજબ અમે મસ્જિદ પરિસરમાંથી લાઉડસ્પીકરમાંથી આવતા અવાજને નિયંત્રિત કરવાનું કામ કર્યું છે.