ઉઇગુર નેતાએ જીનીવામાં ચીનનો પર્દાફાશ કરતાં ચીના ભડક્યા

December 01, 2025

જીનીવા: જીનીવામાં લઘુમતિઓના મુદ્દા પર આયોજિત સંયુક્ત રાષ્ટ્ર ફોરમ દરમિયાન ઉઇગુર સેન્ટર ફોર ડેમોક્રસી એન્ડ હ્યુમન રાઈટસના અધ્યક્ષ ડોલ્ફુન ઇસાએ સમગ્ર દુનિયા સમક્ષ ચીનનો અસલી ચહેરો બેનકાબ કરી દીધો. તેઓ ચીન દ્વારા ઉત્તર પશ્ચિમ ચીન સ્થિત સિકંગ્યાંગ પ્રદેશમાં વસતા ઇસ્લામ ધર્મી ઉઈગુર પ્રજા પર વરસાવવામાં આવતા જોર જુલ્મ, અને હત્યાકાંડની વિગતો જરા પણ અચકાયા સિવાઈ કહહી રહ્યા હતા. ત્યારે ચીની પ્રતિનિધિ મંડળના નેતા ઉકળી ઉઠયા હતા. અને મોટેથી બોલી ઉઠયા હતા કે આને બોલતો બંધ કરો. પરંતુ તે પરિષદના અધ્યક્ષે ચીનના નેતાની એક વાત પણ સાંભળી નહીં અને ઇસાને બોલવા દીધા. બીજી તરફ દેશવરો ભોગવતા આ ઊઈગુર ેતાએ ચીની પ્રતિનિધિઓની રાડા રાડીને નહીં ગણકારતાં પોતાનું વક્તવ્ય ચાલુ રાખ્યું હતું. તેઓએ ચીન ઉપર સુનિયોજિત દમન અને નરસંહારની હકીકત ખુલ્લેઆમ રજૂ કરી. વિશ્વ સમુદાયને સંબોધિત કરતાં તેઓએ કહ્યું કે બૈજિંગ સરકારે ઉઇગુર પ્રજાનાં તમામ સાંસ્કૃતિક અને સામાજિક કેન્દ્રો નાશ કરવામાં આવ્યા છે. પરંતુ વિદેશોમાં વસતા ઉઇગુર ડાયસ્વોરાએ વિદેશોમાં અમારી સંસ્કૃતિને પુનર્જિવિત કરી છે. દુનિયાભરમાં ઉઈગુર સમુદાઓએ પોતાની ભાષા, ધર્મ, લોકકલા, સાહિત્ય વગેરે વિદેશોમાં પુનર્જિવિત કર્યા છે અને અમારી સંસ્કૃતિને નવું જીવન આપ્યું છે. અમે અમારી વીરાસતને માત્ર સંરક્ષિત જ નથી રાખતા પરંતુ જે દેશમાં વસીએ જે સમાજોમાં ભમીએ તે દેશ અને તે સમાજોને સમૃદ્ધ કરીએ છીએ. ઉઇગુર નેતાના આ પ્રવચનથી ચીની પ્રતિનિધિ મંડળ સખત ગિન્નાયું હતું પરંતુ કરી શું શકે ? આ ઉઈગુર બધા જ તેમના કુટુમ્બો સાથે વિદેશોમાં વસેલા છે. તેમનાં કુટુમ્બો પૈકી કોઈ એક પણ ચીનના ઉત્તર પશ્ચિમના પ્રાંત ઝિંગઝ્યાંગમાં રહે તો તેનું આવી જ બને. તેની ઉપર અમાનુષ ત્રાસ પણ ગુજારવામાં આવે.