'અમે કેમ અર્થતંત્રને તાળું મારીએ...' ટ્રમ્પ-નાટો ચીફની ટેરિફ ધમકી પર ભારતીય હાઈકમિશનનો જવાબ
July 28, 2025
બ્રિટનમાં ભારતના હાઇ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ ભારતની રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીને લઈને પશ્ચિમી દેશોની ટીકાને નકારી દીધી છે. તેમણે કહ્યું કે, 'કોઈપણ દેશ પોતાની અર્થવ્યવસ્થાને એક ઝટકે બંધ ન કરી શકે. અનેક યુરોપિયન દેશો તે જ સ્ત્રોતથી ઊર્જા અને દુર્લભ ખનિજની ખરીદી કરે છે, જેને તે ભારતને ખરીદવાનો ઈનકાર કરી રહ્યા છે.' દોરાઈસ્વામીએ પશ્ચિમી દેશોની બેવડી નીતિ પર પ્રશ્ન કરતા કહ્યું કે, 'અનેક યુરોપિયન દેશ આજે પણ એ જ સ્ત્રોત પાસેથી રેર અર્થ અને ઊર્જા ઉત્પાદન ખરીદી શકે છે,
જેને તેઓ ભારતને ખરીદવાનો ઈનકાર કરી રહ્યા છે. શું આ વિરોધાભાસી નથી?' વધુમાં તેમણે કહ્યું કે, દુનિયામાં ક્રૂડ ઓઇલની આયાત કરનારો ત્રીજો સૌથી મોટો દેશ ભારત છે. ભારત પહેલાં મિડલ ઈસ્ટ પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતું હતું, પરંતુ 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણ અને પશ્ચિમી પ્રતિબંધો બાદ, રશિયાએ વૈકલ્પિક ખરીદદારોને આકર્ષિત કરવા માટે ભારે છૂટ પર ઓઇલ વેચવાનું શરૂ કર્યું છે. ભારતે આ તકનો લાભ લીધો. દોરાઈસ્વામીએ કહ્યું કે, 'અમારા પરંપરાગત ઊર્જા સ્ત્રોતો હવે અન્ય લોકો દ્વારા કબ્જે કરવામાં આવ્યા છે અને કિંમતોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
અમે અમારી જરૂરિયાતનો 80%થી વધુ ક્રૂડ ઓઇલનો જથ્થો આયાત કરીએ છીએ. એવામાં અમારી પાસે શું વિકલ્પ છે? શું અમે અમારી અર્થવ્યવસ્થાને તાળું મારી દઇએ? રશિયા સાથે ભારતની નિકટતા પર તેમણે કહ્યું કે, 'અમારો સંબંધ ફક્ત એક નેતા અથવા સરકાર પર આધારિત નથી. આ લાંબા સમયથી ચાલી રહેલો સુરક્ષા સહયોગ છે. જ્યારે અમુક પશ્ચિમી દેશ અમને હથિયાર વેચવાનો ઈનકાર કરતા અને અમારા પાડોશીઓને એ જ હથિયાર વેચતા હતા, ત્યારે રશિયાએ અમારી મદદ કરી હતી. જેમ બીજા દેશ પોતાના રાષ્ટ્રીય હિતોના આધારે સંબંધ બનાવે છે,
તેવી જ રીતે ભારત પણ પોતાની ઊર્જા અને વ્યૂહાત્મક હિતોને ધ્યાને રાખીને નિર્ણય લે છે. દોરાઈસ્વામીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર કહ્યું છે કે, આ યુદ્ધનો સમય નથી. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી બંનેને આ વાત કહી ચુક્યા છે. ભારત આ યુદ્ધને જલ્દી સમાપ્ત થતા જોવા ઈચ્છે છે. અમે દુનિયાભરમાં ચાલી રહેલા સંઘર્ષનું શાંતિપૂર્ણ સમાધાન ઈચ્છીએ છીએ.'
Related Articles
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો, 2 ક્રૂ મેમ્બર્સ ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો,...
Oct 12, 2026
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો, પાકિસ્તાની કૉસ્ટ ગાર્ડના 13 સૈનિકો માર્યા ગયાનો દાવો
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો,...
Oct 12, 2026
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભારતીય સહિત 13 લોકોનાં મોત
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભાર...
Oct 12, 2026
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026