ક્લાસી અને એલિગન્ટ લુક આપતી વુલન કુરતી

January 23, 2023

વિન્ટર આઉટફિટમાં મહિલાઓ પાસે અનેક ઓપ્શન છે. ઠંડી વધતા વુલન કુરતીઓની ડિમાન્ડ વધી જાય છે. ખાસ વાત એ છે કે તેને અલગ અલગ રીતે કૅરી કરી શકાય છે. મોટાભાગની યુવતીઓ વુલન કુરતીઓની સાથે એક જ પ્રકારની સ્ટાઇલ પેટર્નને ફૉલો કરે છે. તમે ઇચ્છો તો અન્ય કુરતીઓની જેમ તેને અલગ અલગ રીતે કૅરી કરીને ક્લાસી લુક મેળવી શકો છો. ફેશનની વાત કરીએ તો વુલન કુરતી મહિલાઓ માટે બેસ્ટ આઉટફિટ સાબિત થઈ શકે છે. એની સાથે તમે કોટ, બૂટ્સ કે હિલ્સને કેરી કરી શકો છો. વુલન કુરતીની સાથે અમુક ડ્રેસિંગ સ્ટાઇલ જેને ફૉલો કરીને લુકને ક્લાસી અને એલિગન્ટ બનાવી શકો છો.

જિન્સની સાથે કરો કૅરી
જિન્સનો ઓપ્શન ઓલટાઇમ ફેવરિટ હોય છે. વુલન કુરતીને કોની સાથે મિક્સમેચ કરવી એની સમજણ ન પડે તો તેને ડેનિમ જિન્સની સાથે કૅરી કરી લો. જિન્સની સાથે કૅરી કરતી વખતે કુરતી શોર્ટ રાખો. જો તમારી કુરતી ટ્યૂનિક ટોપ ડિઝાઇનમાં છે તો બેસ્ટ છે. ટ્યૂનિક ડિઝાઇનવાળી વુલન કુરતીની સાથે તમે બૂટ્સ પહેરી શકો છો. કેઝ્યુઅલ લુક માટે જિન્સની સાથે વુલન કુરતી ઉત્તમ વિકલ્પ છે.

વુલન પેન્ટ
વિન્ટરમાં વુલન પેન્ટ બેસ્ટ આઉટફિટ છે. એને તમે ટોપ, કોટ કે પછી વુલન કુરતીની સાથે સરળતાથી કૅરી કરી શકો છો. તમારી વુલન કુરતીનો કલર લાઇટ છે તો એને બ્લેક પેન્ટની સાથે પહેરી શકો છો. આ સિવાય વુલન કુરતી સાથે મેચિંગ પેન્ટ પણ પહેરી શકો છો. એની સાથે તમે લોન્ગ વુલન શ્રગ કૅરી કરી શકો છો. એ જોવામાં સારું લાગશે અને તમને એલિગન્ટ લુક પણ આપશે. શ્રગની લેન્થ કુરતી કરતાં વધારે હશે તો આકર્ષક લાગશે.

લેગિંગ્સ સાથે કરો સ્ટાઇલ
લુકને સિમ્પલ રાખવા ઇચ્છતા હોવ તો વુલનની કુરતીની સાથે લેગિંગ્સને કૅરી કરો. વુલન કુરતીઓની સાથે મેચિંગ લેગિંગ્સ કૅરી કરી તમે તમારા લુકને કમ્પ્લિટ કરી શકો છો. લેગિંગ્સને કૅરી કરતી વખતે ધ્યાનમાં રાખો કે તમારી કુરતી લોન્ગ હોવી જોઇએ. એમાં એથનિક ટચ આપવા ઇચ્છો છો તો કોન્ટ્રાસ્ટ કલરમાં દુપટ્ટો કે પછી સ્ટોલ પણ કૅરી કરી શકો છો. હિલ્સ કે મોજડી પહેરીને તમે ડીસન્ટ લાગી શકો છો.

પ્લાઝો સાથે કુરતી
વુલન કુરતીને પ્લાઝોની સાથે પણ પહેરી શકાય છે. પ્લાઝો કુરતીના કાપડમાંથી જ બનેલો હોય એ જરૂરી નથી. તમે મેચિંગ કલરનાં વાર્મ કપડાંમાંથી પણ પ્લાઝો તૈયાર કરી શકો છો. એ તમને સ્ટાઇલિશ લુક આપશે. કૉલેજ ગોઇંગ અને ઓફિસ ગોઇંગ યુવતીઓ તેને સરળતાથી કૅરી કરી શકે છે. સાથે ડિફરન્ટ સ્કાર્ફ કૅરી કરી યુનિક લુક મેળવી શકાય છે.