યામી ગૌતમ સ્ટારર 'આર્ટિકલ 370' પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ લાદી દેવાયો

February 27, 2024

યામી ગૌતમ અભિનીત એક્શન પોલિટિકલ થ્રિલર 'આર્ટિકલ પર 370' પર ગલ્ફ્ દેશોમાં પ્રતિબંધ મૂકાયો છે.'આર્ટિકલ 370' આવી સેન્સરશિપનો સામનો કરનાર વર્ષની બીજી ફ્લ્મિ છે.અગાઉ હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ અભિનીત ફ્લ્મિ 'ફઈટર' પર યુએઈ સિવાય તમામ ગલ્ફ્ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આદિત્ય સુહાસ જાંભલે દ્વારા નિર્દેશિત 'આર્ટિકલ 370' ફ્લ્મિ રાજકીય મુદ્દાઓને ઊંડાણમાં દર્શાવે છે.

આ ફ્લ્મિ જમ્મુ-કાશ્મીરને અપાયેલ વિશેષ દરજ્જો રદ કરવાના PMOના નિર્ણય પર આધારિત છે. ફ્લ્મિમાં આવા ઘણા મુદ્દા બતાવાયા છે, જેનાથી લોકો આજે પણ અજાણ છે. બહેરીન, કુવૈત, ઈરાક, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતમાં તેના પર પ્રતિબંધ મુકાયો છે.

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગલ્ફ્ દેશો અને બોલિવૂડ વચ્ચે કદાચ બધું બરાબર નથી. એક રિપોર્ટ અનુસાર, આ દેશોમાં ભારતીય સિનેમાના ઘણા ચાહકો છે. કલમ 370 અને ફઈટર જેવી ફ્લ્મિો પર પ્રતિબંધ બાદ મોટા પ્રશ્શ્ને ઊભા થવા લાગ્યા છે.