પાકિસ્તાનના સિંધમાં દૂધ પીવાથી એકજ પરિવારનાં 13 લોકોનાં મોત

September 14, 2024

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ઝેર ભેળવેલું દૂધ પીવાથી એક જ પરિવારનાં 13 લોકોનાં મોત થયા છે. પોલીસે જણાવ્યું કે, આ ઘટના 19 ઓગસ્ટે ખૈરપુરની પાસે હૈબત ખાન બ્રોહી ગામમાં થઈ હતી. પીડિતોની ઓળખ કરી લેવામાં આવ્યા છે. પોલીસે વધુમાં જણાવ્યું કે, કેટલાક સંબંધીઓએ આશંકા વ્યક્ત કરી હતી. કે પીડિતોને ઝેર આપવામાં આવ્યું હશે, કારણ કે, પરિવારના મુખ્ય વ્યકિતને જમીનને લઈ કેટલાક લોકો સાથે વિવાદ ચાલી રહ્યો હતો.

સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે સક્કુરમાં આવેલી લેબોરેટરીમાં તપાસ બાદ જાણવા મળ્યું કે, જે દિવસે પરિવારના સભ્યોનાં મોત થયા, એ દિવસે તેમને દૂધ પીધું હતું. જેમાં ઝેરી પદાર્થ હતો. રિપોર્ટમાં મૃતકના શરીરમાં ઝેરી પદાર્થની હાજરી હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાનના ખૈરપુરના પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પોલીસે દરેક એંગલની તપાસ કરી રહી છે. તેઓએ જણાવ્યું કેસ અમે સાવધાનીથી કેસને આગળ વધારીશું. પરંતુ આ નક્કી કરવા ઘટનાના જવાબદાર લોકોને સજા જરૂર મળશે.