Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

ચીનના બાઓટુમાં સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ થતા 2ના મોત, 84ને ઈજા, 8 લોકો ગુમ

January 19, 2026

બેઈજિંગ: ચીનના ઇનર મોંગોલિયા વિસ્તારના બાઓટુ શહેરમાં સ્ટીલ પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો અનુભવ થયો હતો. આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે, 80 લોકોને હોસ્પિટલમાં ભરતી કરાયા છે. જોકે ઘાયલોનો આંકડો વધી શકે છે. એટલું જ નહીં પરંતુ 8 લોકો હજુ પણ લાપતા હોવાનુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વિસ્ફોટ બાઓગાંગ યુનાઇટેડ સ્ટીલના પ્લેટ પ્લાન્ટમાં સાંજે 3 વાગ્યે થયો, જેની તીવ્રતા આટલી હતી કે ઈમારતોમાં પણ કંપન અનુભવાયો હતો. 

સોશિયલ મીડિયા પર બ્લાસ્ટના વીડિયો વાયરલ થઈ રહ્યયાં છે તેમાં ફેક્ટરી પરથી ભારે ધુમાડો ઉઠતો અને આગની લપટો દેખાઈ રહી છે. સ્થાનિકો આ બ્લાસ્ટને ભૂકંપ સમાન ગણાવ્યો હતો.વિસ્ફોટથી અનેક ઇમારતોની બારીઓ તૂટી અને આસપાસની ઈમારતોને નુકસાન થયું હતું. રાહત દળો અને ફાયર બ્રિગેડની ટીમને કોલ મળતાની સાથે તે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આત્યારે આસપાસના વિસ્તારમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે.