નૈનીતાલમાં ઉંડી ખીણમાં ખાબકી કાર, 3 લોકોના મોત, એક ઘાયલ
November 24, 2025
ઉત્તરાખંડમાં આવેલા કેંચી ધામ પાસે કાર 60 મીટર ઉંડી ખીણમાં ખાબકી છે. SDRFની ટીમે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ રેસ્ક્યુ કરીને એક ઘાયલ વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર નીકાળ્યો. જ્યારે 3 લોકો મોતને ભેટ્યા છે. અલ્મોડાથી હલદ્વાની જતાં બારાતીઓની કાર અચાનક નિયંત્રણ ગુમાવીને લગભગ 60 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનના ફુરચે ફુરચા ઉડી ગયા હતા.જાણકારી મળતા SDRF અને સ્થાનિક પોલીસ તરત જ ઘટનાસ્થળ તરફ રવાના થઈ હતી.
શનિવારે મોડી રાત્રે ખૈરનાની પોલીસ ચૌકીને જાણકારી મળી કે કેંચી ધામ પાસે એક SUV ખાઈમાં પડી ગઈ છે. જાણકારી મુજબ કારમાં 4 લોકો સવાર હતા. SDRF પોસ્ટ ખૈરનામાંથી નિરીક્ષક રાજેશ જોશીના નેતૃત્વમાં ટીમ તરત જ સ્થળ પર પહોંચી. ‘રતીઘાટ’ નામના સ્થળે ગાડી ઊંડી ખીણમાં પડી હતી. આ સ્થળે SDRF ટીમને ભારે પડકારનો સામનો કરવો પડ્યો. ખીણ ખૂબજ ઉંડી હતી, પહાડી વિસ્તારમાં ઊબડખાબડ હતુ અને રાત્રિના ઘટ્ટ અંધારામાં બચાવ કામગીરીને વધુ મુશ્કેલ બનાવી રહ્યું હતું. તેમ છતાં જવાનો એ સમય બગાડ્યા વિના રેસ્ક્યૂ શરૂ કર્યુ. ગાડી સુધી પહોંચવા ટીમને દોરીઓ અને સ્ટ્રેચરની મદદ લેવી પડી.
રેસ્ક્યૂ ટીમને ખીણમાં એક ઘાયલ વ્યક્તિ ઘાયલ મળ્યો, જેને સુરક્ષિત બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યો. ઘાયલની ઓળખ મનોજ કુમાર, નિવાસી અલ્મોડા તરીકે થઈ છે. અકસ્માતમાં અન્ય ત્રણ લોકોનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું. SDRF ટીમે ઊંડા ખાડામાંથી મૃતદેહોને બહાર કાઢીને સ્થાનિક પોલીસને સોપ્યા. તમામ મૃતકોની ઓળખ થઈ ચૂકી છેસંજય બિષ્ટ, સુરેન્દ્ર ભંડારી, અને પુષ્કર ભૈસોડા. ત્રણેય અલ્મોડાના નિવાસી હતા.
Related Articles
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પૂર્ણ : વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલા...
Oct 09, 2026
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય નૌકાદળમાં થશે સામેલ
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગર...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026