ગુજરાતમાં ત્રણ સહિત દેશભરમાં 85 નવા કેન્દ્રીય વિદ્યાલય બનાવાશે
December 06, 2024
દિલ્હી : કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશભરમાં 85 નવા કેન્દ્રીય વિદ્યાલય અને 28 નવા નવોદય વિદ્યાલય બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટના આ નિર્ણયથી દેશભરના 80 હજારથી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે. નોંધનીય છે કે, ગુજરાતમાં પણ કુલ ત્રણ કેન્દ્રીય વિદ્યાલય બનાવવામાં આવશે.
મોદી કેબિનેટે દેશભરમાં 85 નવા કેન્દ્રીય વિદ્યાલય બનાવવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી આશરે 82 હજારથી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે. આ ઉપરાંત પાંચ હજારથી વધુ નવી રોજગારીનું પણ સર્જન થશે. સરકારે આ માટે કુલ 5872 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ ઉપરાંત 28 નવા નવોદય વિદ્યાલય બનાવવામાં આવશે. જેનાથી 15 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને લાભ થશે. નોંધનીય છે નવા કેન્દ્રીય અને નવોદય વિદ્યાલય માટે કુલ 8232 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.
દેશભરમાં 85 કેન્દ્રીય વિદ્યાલયમાંથી ત્રણ ગુજરાતમાં બનાવવામાં આવશે. જેમાં અમદાવાદના ઓગણજ, અમરેલીના ચક્કરગઢ જ્યારે ગીર સોમનાથના વેરાવળમાં કેન્દ્રીય વિદ્યાલયને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે કેન્દ્રીય વિદ્યાલય ઉપરાંત દિલ્હી મેટ્રોના ફેઝ-4 કોરિડોરને પણ મંજૂરી આપી દીધી છે. જૂનમાં ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ મોદી સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ફોકસ કર્યું છે. નોંધનીય છે કે, મોદી સરકારે પોતાની ત્રીજી ટર્મમાં અત્યાર સુધી કુલ રૂ. 9.5 લાખ કરોડના નિર્ણયો લીધા છે.
Related Articles
ગુજરાતમાં ઠંડીના કારણે 13 જિલ્લામાં હૃદયના દર્દી 20% વધ્યાં, સૌથી વધુ કેસ છોટા ઉદેપુરમાં
ગુજરાતમાં ઠંડીના કારણે 13 જિલ્લામાં હૃદય...
સુરતમાં ધો. 8ની વિદ્યાર્થિનીનો આપઘાત, સ્કૂલ સંચાલકો ફી માટે હેરાન કરતા હોવાનો પરિવારનો આક્ષેપ
સુરતમાં ધો. 8ની વિદ્યાર્થિનીનો આપઘાત, સ્...
Jan 21, 2025
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે, જંત્રી દરમાં રાહતની શક્યતા
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19મી ફેબ્રુ...
Jan 20, 2025
સુરતમાં ઘર આંગણે રમતી બાળકીને ઉપાડી લઇ જઇ પીંખી નાખી, લોહીથી લથબથ બાળકી ઘરે પહોંચી
સુરતમાં ઘર આંગણે રમતી બાળકીને ઉપાડી લઇ જ...
Jan 20, 2025
અંબાજીમાં નડિયાદના માઇભક્તે માં અંબાના ચરણોમાં 100 ગ્રામ સોનાનો હાર અને બુટ્ટી ભેટ ધરી
અંબાજીમાં નડિયાદના માઇભક્તે માં અંબાના ચ...
Jan 20, 2025
ચાણસ્મામાં ગોગા મહારાજ મંદિરનો રજત જયંતિ મહોત્સવ, સોનાની પાઘડી પહેરાવીને મુખ્યમંત્રીનું સન્માન
ચાણસ્મામાં ગોગા મહારાજ મંદિરનો રજત જયંતિ...
Jan 20, 2025
Trending NEWS
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
Jan 22, 2025