અમદાવાદ ઇસ્કોન મંદિરના પૂજારીઓના કબજામાં મારી પુત્રી, તેને રોજ ડ્રગ્સ અપાય છે, પિતાનો સનસનીખેજ આરોપ
December 25, 2024
અમદાવાદ : એસજી હાઇવે પર આવેલા સુપ્રસિઘ્ધ ઇસ્કોન મંદિરના પૂજારીઓના કથિત બ્રેઇન વોશ અને પ્રભાવમાં છેલ્લા છ મહિનાથી લાપતા બનેલી પોતાની પુત્રીની ભાળ મેળવવા એક નિવૃત્ત આર્મીમેન પિતાએ ગુજરાત હાઇકોર્ટના દ્વારા ખખડાવ્યા છે. અરજદારે તેમની પુત્રીને જાનનું જોખમ હોવાની અને તેને નિયમિત રીતે ગાંજો-ડ્રગ્સ અપાતુ હોવા સહિતના ગંભીર આક્ષેપો પણ અરજીમાં કર્યા છે. હાઇકોર્ટે કેસની ગંભીરતા ઘ્યાને લઇ લાપતા યુવતીને અદાલત સમક્ષ હાજર કરવા નિર્દેશ કર્યો હતો અને કેસની વઘુ સુનાવણી તા.9મી જાન્યુઆરીએ રાખી છે.
વઘુમાં, જસ્ટિસ સંગીતા વિશેણ અને જસ્ટિસ સંજીવ ઠાકરની ખંડપીઠે રાજય સરકાર, શહેર પોલીસ કમિશનર, મેઘાણીનગર પોલીસ મથકના પીઆઇ, ઇસ્કોન સાથે સંકળાયેલા નીલેશ નરસૈંયાદ દેશવાની, સુંદર મામા પ્રભુ, મુરલી મનોહર પ્રભુ, નારદમુની ઉર્ફે નિર્મોઇ મુરલી મનોહર પ્રભુ, અંકિતા સિંધી, હરિશંકરદારસ મહારાજ, અક્ષયતિથિ કુમારી, મોહિત પ્રભુજી મહારાજ અને કોર્પસ વિરુદ્ધ કારણદર્શક નોટિસ જારી કરી છે.
અરજદાર પિતા દ્વારા કરાયેલી હેબીયર્સ કોર્પસ અરજીની સુનાવણી દરમિયાન એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, એસજી હાઇવે પર આવેલા સુપ્રસિઘ્ધ ઇસ્કોન મંદિરમાં તેમની પુત્રી દર્શન અને પૂજા-ભકિત માટે નિયમિત રીતે જતી હતી. તે દરમિયાન તેણી ઇસ્કોન મંદિરના ઉપરોકત પૂજારીઓના સંપર્કમાં આવી હતી. ઇસ્કોન મંદિરના ઉપરોકત પૂજારીઓએ અરજદારની પુત્રીનું સંપૂર્ણપણે બ્રેઇન વોશ કરી દીધું હતું અને તેઓના પ્રભાવમાં લઇ લીધી હતી. જેને પગલે ગત 27 જૂન 2024ના રોજ અરજદારની પુત્રી ઘરેથી 23 તોલા સોનુ અને રૂ.3.62 લાખ રોકડા લઇ મંદિરના એક પૂજારી સાથે ભાગી ગઇ હતી.
અરજદાર પિતાએ અરજીમાં ગંભીર આક્ષેપો કર્યા હતા કે, તેમની પુત્રી મંદિરના પૂજારીઓની ગેરકાયદે કસ્ટડી અને કેદમાં જ છે અને તેઓ દ્વારા તેમની પુત્રીને નિયમિત રીતે ડ્રગ્સ અને ગાંજો અપાઇ રહ્યો છે. જેના કારણે તેણીના જીવનુ જોખમ બન્યું છે. આ સમગ્ર મામલે અરજદાર પિતાએ મેઘાણીનગર પોલીસથી લઇ સોલા પોલીસમથક, શહેર પોલીસ કમિશનર સહિત સંબંધિત સત્તાવાળાો સમક્ષ વારંવાર રજૂઆત અને અરજ કરી હોવાછતાં પોલીસ દ્વારા પણ તેમની પુત્રીને શોધવાના કોઇ અસરકારક પ્રયાસો કરાયા નથી, જેના કારણે આટલા મહિનાઓ બાદ પણ તેમની પુત્રીની ભાળ સુદ્ધાં મળી નથી.
Related Articles
જામનગરના જશાપરમાં હિન્દુ સેનાએ ક્રિશ્ચિયન મિશનરીનો કાર્યક્રમ બંધ કરાવ્યો
જામનગરના જશાપરમાં હિન્દુ સેનાએ ક્રિશ્ચિય...
અમદાવાદ-રાજકોટ હાઈવે પર 4 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે લોકોનાં મોત
અમદાવાદ-રાજકોટ હાઈવે પર 4 વાહનો વચ્ચે ગમ...
Dec 26, 2024
ગુજરાતમાં આવતીકાલથી ત્રણ દિવસ માવઠાની આગાહી, કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે પડશે વરસાદ
ગુજરાતમાં આવતીકાલથી ત્રણ દિવસ માવઠાની આગ...
Dec 25, 2024
અમદાવાદમાં ડો. બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવા મામલે બેની ધરપકડ
અમદાવાદમાં ડો. બાબા સાહેબની પ્રતિમા ખંડિ...
Dec 24, 2024
સુરત નજીક દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી ઉતર્યા, કોઈ જાનહાનિ નહીં
સુરત નજીક દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્ર...
Dec 24, 2024
ભરૂચમાં બળાત્કારના આરોપીને જામીન, બહાર આવીને 71 વર્ષની વૃદ્ધા સાથે બીજી વાર દુષ્કર્મ
ભરૂચમાં બળાત્કારના આરોપીને જામીન, બહાર આ...
Dec 24, 2024
Trending NEWS
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
Dec 26, 2024