અમદાવાદમાં ડો. બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવા મામલે બેની ધરપકડ
December 24, 2024
અમદાવાદ : અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ડૉ. બાબા સાહેબની પ્રતિમાનો ખંડિત કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મંગળવારે (24મી ડિસેમ્બર) ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું છે. હવે આ મામલે પોલીસે બે ઓરોપીઓની ધરપકડ કરી છે.
ખોખરામાં ડૉ. બાબા સાહેબની પ્રતિમા ખંડિત મામલે ભારે વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે. રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. આ વચ્ચે હવે સમાચાર મળી રહ્યા છે કે, ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે. બે સમાજ વચ્ચે ચાલતી તકરારની અદાવતમાં ડો. આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા મેહૂલ ઠાકોર અને ભોલા ઠાકોરની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, પ્રતિમા ખંડિત કરવા માટે એક્ટિવા પર ચાર લોકો આવ્યા હતા. હાલ, અન્ય આરોપીઓ અને આરોપીઓને આશ્રય આપનાર જયેશ ઠાકોરની શોધખોળ ચાલી રહી છે.
ખોખરાની જયંતિ વકીલની ચાલીના લોકો ખોખરા વિસ્તારને બંધ કરાવવા માટે નીકળ્યા હતા. ખોખરા સર્કલ, હાઉસિંગ વિસ્તાર અને બાલભવન થઈ અને સમગ્ર વિસ્તારને બંધ કરાવવા માટે તેઓ દ્વારા તમામ દુકાનદારોને અપીલ કરવામાં નીકળ્યા હતી. પોલીસે સાથે રહી અને સ્થાનિક લોકોએ દુકાનો બંધ કરાવી રહ્યા હતા.
ડૉ.બાબા સાહેબની પ્રતિમાને ખંડિત મામાલે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માતાના નિવેદન અંગે હજુ સુધી માફી માંગી નથી. આ દરમિયાન ખોખરામાં ડૉ. બાબા સાહેબની પ્રતિમાને નુકસાન થયું છે.'
કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, 'જો રાજ્ય સરકાર સાચા અર્થમાં દલિતો, વંચિતોની હમદર્દ હોય અને ડૉ. બાબા સાહેબની વિચારધારા અને બંધારણમાં માનતી હોય, તો તાત્કાલિક નવી પ્રતિમાં સ્થાપિત કરે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવે.'
રવિવારે (23મી ડિસેમ્બર) અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરજીની અસામાજિક તત્ત્વો દ્રારા ખંડિત કરવામાં આવી હતી. આ વિષયનેધ્યાનમાં રાખી સામાજિક સમરસતા મંચ ગુજરાત દ્વારા કલેકટર અને પોલીસ કમિશનરને આ નિંદનીય ઘટના મામલે આવેદન આવામાં આવ્યું હતું.
આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, 'આ દુષ્કૃત્ય સામાજિક સૌહાર્દ અને ભાઈચારાને દૂષિત કરી સમાજમાં અરાજકતા ફેલાવવાના મલીન ઈરાદાથી કરવામાં આવ્યું છે. સામાજિક સમરસતા મંચ, ગુજરાત આ કૃત્યને સખત શબ્દોમાં વખડી કાઢે છે. આ જઘન્ય કૃત્યના કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરીને દોષિતોને દંડિત કરવા માટે ત્વરિત કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવા માટે આપને નમ્ર વિનંતી છે.'
Related Articles
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર...
Jul 06, 2026
ગુજરાતને વરસાદે ધમરોળ્યું ! 6 સ્ટેટ હાઈવે બંધ, 5 ડેમ હાઈએલર્ટ પર
ગુજરાતને વરસાદે ધમરોળ્યું ! 6 સ્ટેટ હાઈવ...
Jul 05, 2026
વારસિયામાં ગેંગવોર: અલ્પુ સિન્ધી ગેંગના સાગરીત પર હરિ સિન્ધી સહિત ત્રણનો હુમલો
વારસિયામાં ગેંગવોર: અલ્પુ સિન્ધી ગેંગના...
Jul 05, 2026
અમદાવાદમાં જગન્નાથજીના ગુલાબી વાઘા તૈયાર, સાત ચોગાવાળી પાઘડી આકર્ષણનું કેન્દ્ર બનશે
અમદાવાદમાં જગન્નાથજીના ગુલાબી વાઘા તૈયાર...
Jul 05, 2026
ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15થી વધુ જિલ્લામાં એલર્ટ
ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની...
Jul 04, 2026
કડીમાં 8 ઇંચ વરસાદ, વલસાડમાં બે કલાકમાં 6.10 ઈંચ ખાબકતાં જળબંબાકાર
કડીમાં 8 ઇંચ વરસાદ, વલસાડમાં બે કલાકમાં...
Jul 03, 2026
Trending NEWS
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
04 July, 2026
04 July, 2026
03 July, 2026
03 July, 2026