સુરતમાં 50 મુસાફરોને લઈ જતી બસ અને ડમ્પર વચ્ચે ભયંકર ટક્કર, બંને પલટી ગયા, 8 ઈજાગ્રસ્ત

February 06, 2025

સુરત : સુરતના હજીરા વિસ્તારથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક બેફામ દોડતા ડમ્પર અને બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. એએમએનએસ દ્વારા સંચાલિત બસમાં કુલ 50 જેટલા મુસાફરો સવાર હતા. 

બસ અને ડમ્પર વચ્ચે ટક્કર એટલી ભીષણ હતી કે બંને વાહનો પલટી ગયા હતા જેના લીધે ઘણાને નાની-મોટી ઈજાઓ થઈ હતી. જોકે 8 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા 108 અને ખાનગી એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.