ત્રીજી વખત વરરાજા બનશે આમિર ખાન! 5 જુલાઈએ ગૌરી સાથે લેશે મંગળ ફેરા, સાદગીપૂર્ણ હશે સમારંભ
June 03, 2026
બોલિવૂડના 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' આમીર ખાન ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. આમીર ખાન ખૂબ જ ટૂંક સમયમાં પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે પોતાના સંબંધોને એક ડગલું આગળ લઈ જવા માટે તૈયાર છે. આમીર ખાનના નજીકના સૂત્રોએ આ ચોંકાવનારા સમાચાર આપ્યા છે અને લગ્નની સત્તાવાર તારીખ પણ જાહેર કરી દીધી છે. મળેલી માહિતી મુજબ, આમીર ખાન આગામી 5 Julyના રોજ લગ્ન કરવા જઈ રહ્યો છે.
આ લગ્ન કોઈ ભવ્ય પેલેસ કે રિસોર્ટમાં નહીં, પરંતુ અત્યંત સાદગીપૂર્ણ રીતે યોજાશે. જેમાં માત્ર પરિવારના સભ્યો અને ખૂબ જ નજીકના મિત્રો જ હાજર રહેશે.
આમીર અને ગૌરીના એક નજીકના સૂત્રએ જણાવ્યું કે, બંને છેલ્લા આશરે 1 વર્ષથી એક પરિવારની જેમ સાથે જ રહી રહ્યા છે. બંનેએ સાથે મળીને એક ખુશહાલ દુનિયા બનાવી છે અને હવે તેઓ પોતાના આ સંબંધને કાનૂની અને સત્તાવાર નામ આપવા જઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, લગ્ન માટે કોઈ મોટો ભપકો કે ગ્રાન્ડ સેલિબ્રેશન રાખવામાં આવ્યું નથી, પરંતુ ઘરમાં જ કેટલાક કાનૂની દસ્તાવેજો સાઇન કરીને લગ્નની વિધિ પૂર્ણ કરવામાં આવશે. નોંધનીય છે કે આમીર ખાને થોડા સમય પહેલાં જ એક વાતચીતમાં ગૌરીને પોતાની પત્ની ગણાવી દીધી હતી અને કહ્યું હતું કે તે દિલથી તો પહેલેથી જ ગૌરી સાથે લગ્ન કરી ચૂક્યો છે.
Related Articles
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનુ 75 વર્ષની વયે નિધન
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનુ 7...
Oct 08, 2026
હનુમાન અંશ'ની કમાણી 400 કરોડને પાર! કૈંચી ધામમાં ભક્તોનું ઘોડાપૂર
હનુમાન અંશ'ની કમાણી 400 કરોડને પાર! કૈંચ...
Oct 05, 2026
નુસરત ભરૂચાને એર એમ્બ્યુલન્સ દ્વારા સ્પાઇન સર્જરી માટે મુંબઇ લવાશે
નુસરત ભરૂચાને એર એમ્બ્યુલન્સ દ્વારા સ્પા...
Oct 03, 2026
દૃશ્યમ-3 ની છપ્પરફાડ ઓપનિંગ, પહેલા દિવસે જ 95 કરોડની કમાણી, આયુષ્માન ખુરાના ડર્યો!
દૃશ્યમ-3 ની છપ્પરફાડ ઓપનિંગ, પહેલા દિવસે...
Oct 03, 2026
પ્રતિબંધિત જાહેરાત મામલે તુકારામ મુંઢે લાલઘૂમ: શાહરૂખ, અજય અને ટાઇગરને થઈ શકે 10 લાખનો દંડ
પ્રતિબંધિત જાહેરાત મામલે તુકારામ મુંઢે લ...
Sep 30, 2026
આઇફા એવોર્ડ 2027 અબુધાબીમાં બાવીસ-ત્રેવીસ જાન્યુઆરીએ યોજાશે
આઇફા એવોર્ડ 2027 અબુધાબીમાં બાવીસ-ત્રેવી...
Sep 26, 2026
Trending NEWS
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026
06 October, 2026
05 October, 2026
05 October, 2026