સોનાની દાણચોરીમાં ફસાયેલી અભિનેત્રી રાન્યા રાવના જામીન મંજૂર, પણ કસ્ટડીમાંથી મુક્તિ નહીં
May 20, 2025

બેંગ્લુરૂ : સોનાની દાણચોરીમાં પકડાયેલી કન્નડ અભિનેત્રી રાન્યા રાવના જામીન અંતે મંજૂર થયા છે. બેંગ્લુરૂ કોર્ટે સોનાની દાણચોરીમાં ધરપકડ કરવામાં આવેલી રાન્યા રાવ અને તરૂણ કોંડુરૂ રાજુને વ્યક્તિગત ધોરણે રૂ. 2 લાખ બોન્ડ પેટે અને બે જામીનોની ખાતરી પર જામીન આપ્યા છે.
બેંગ્લુરૂ કોર્ટે બંનેને સુનાવણીની તમામ તારીખો પર હાજર રહેવા તેમજ, તપાસમાં સહભાગી થવાની શરતે જામીન મંજૂર કર્યા છે. વધુમાં પુરાવા સાથે છેડછાડ ન કરવા, કોર્ટની મંજૂરી વિના દેશ ન છોડવા અને ભવિષ્યમાં આ પ્રકારના ગુનાનું આચરણ ન કરવાની શરત પણ મુકી છે.
કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, જો તેઓએ કોર્ટની કોઈપણ શરતોનો ભંગ કર્યો તો તેમના જામીન નામંજૂર કરવામાં આવશે. અગાઉ ગતમહિને કોર્ટે તેની જામીન અરજી રદ કરી હતી. રાન્યા રાવે ડીઆરઆઈ (ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ) તપાસના 60 દિવસ થયા હોવા છતાં ચાર્જશીટ રજૂ કરવામાં નિષ્ફળ જતાં જામીન માટે અરજી કરી હતી.
Related Articles
રાઈટ્સના વિવાદમાં કંગનાની તનુ વેડ્સ મનુ-થ્રી અટકી
રાઈટ્સના વિવાદમાં કંગનાની તનુ વેડ્સ મનુ-...
Sep 09, 2025
એક્સિડન્ટ બાદ મોતની અફવા મુદ્દે કાજલ અગ્રવાલની સ્પષ્ટતા, કહ્યું- હું સુરક્ષિત છું
એક્સિડન્ટ બાદ મોતની અફવા મુદ્દે કાજલ અગ્...
Sep 09, 2025
દુબઈમાં એવોર્ડ સમારંભમાં મેકર્સની પુષ્પા-થ્રી બનાવવાની જાહેરાત
દુબઈમાં એવોર્ડ સમારંભમાં મેકર્સની પુષ્પા...
Sep 08, 2025
શાહરુખ ખાનની દીકરી સુહાના કાનૂની કેસમાં ફસાઈ, ખેડૂતને ફાળવેલી જમીન ગેરકાયદે રીતે ખરીદવાનો આરોપ
શાહરુખ ખાનની દીકરી સુહાના કાનૂની કેસમાં...
Sep 03, 2025
સંજય લીલા ભણશાળી સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ
સંજય લીલા ભણશાળી સામે છેતરપિંડીની પોલીસ...
Sep 03, 2025
ફરાહ ખાને નરગિસ ફખરીના લગ્નનું પેપર ફોડી નાખ્યું
ફરાહ ખાને નરગિસ ફખરીના લગ્નનું પેપર ફોડી...
Sep 02, 2025
Trending NEWS

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025