પાકિસ્તાનની બાંગ્લાદેશ સામે શરમજનક હાર બાદ PCB ચેરમેન અકળાયા
August 27, 2024

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવી પાકિસ્તાનની શરમજનક હાર પર અકળાયા હતા. તેમણે હવે ટીમમાં મોટા ફેરફારના સંકેત આપ્યા છે. સોમવારે જારી કરાયેલા એક નિવેદનમાં નકવીએ કહ્યું હતું કે, "હું પાકિસ્તાન ક્રિકેટની સમસ્યાઓને ઠીક કરવાના પ્રયાસ કરીશ. પછી ઈશ્વરની ઈચ્છા! આગામી દિવસોમાં ઘણા ફેરફારો આવવાના છે." પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે બીજી અને છેલ્લી ટેસ્ટ 30 ઓગસ્ટથી રાવલપિંડીમાં રમાશે. જો કે આ પ્રકારની ઘટના પહેલી વખત નથી બની રહી. આ વર્ષે T20 વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાનની ટીમ તેના નિરાશાજનક પ્રદર્શનને કારણે બહાર થઈ ગઈ હતી. તે સમયગાળા દરમિયાન, ભારત સામેની હાર બાદ નકવીએ કહ્યું હતું કે "શરૂઆતમાં મને લાગતું હતું કે એક નાની સર્જરી પૂરતી હશે, પરંતુ આ ખરાબ પ્રદર્શન પછી સ્પષ્ટ થઈ ગયું છે કે મોટા ફેરફારોની જરૂર છે. ટીમમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો જોવા મળશે." જો કે ત્યાર પછી છતાં પાકિસ્તાનની ટીમમાં કે ટીમના દેખાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ જ સિનિયર ખેલાડીઓ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં શાન મસૂદની કપ્તાનીમાં રમ્યા હતા.
Related Articles
રિંકુ સિંહને એક પછી એક બે લાફા ઝીંકી દીધા કુલદીપ યાદવે, મેચ બાદ બની ઘટના
રિંકુ સિંહને એક પછી એક બે લાફા ઝીંકી દીધ...
Apr 30, 2025
આઈપીએલ બાદ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસે, રોહિત શર્મા જ રહેશે કેપ્ટન, 35 ખેલાડીઓ શોર્ટ લિસ્ટ
આઈપીએલ બાદ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસે...
Apr 30, 2025
14 વર્ષના વૈભવ સુર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 35 બોલમાં ફટકારી સદી
14 વર્ષના વૈભવ સુર્યવંશીએ રચ્યો ઈતિહાસ,...
Apr 29, 2025
આઈપીએલમાં સૌથી વધુ ફિફ્ટી ફટકારનારા ટોપ-5 બેટર, વિરાટ કોહલી જ અસલ 'કિંગ'
આઈપીએલમાં સૌથી વધુ ફિફ્ટી ફટકારનારા ટોપ-...
Apr 28, 2025
LSGના 27 કરોડ પાણીમાં... રિષભ પંત જ બન્યો માથાનો દુઃખાવો, બેટિંગ-કેપ્ટન્સીમાં ફ્લોપ
LSGના 27 કરોડ પાણીમાં... રિષભ પંત જ બન્ય...
Apr 28, 2025
પાકિસ્તાનને મોટો ઝટકો આપવાની તૈયારી, BCCIએ ICCને પત્ર લખી કરી મોટી માગ
પાકિસ્તાનને મોટો ઝટકો આપવાની તૈયારી, BCC...
Apr 26, 2025
Trending NEWS

30 April, 2025

30 April, 2025

30 April, 2025

30 April, 2025

30 April, 2025

29 April, 2025

29 April, 2025

29 April, 2025

29 April, 2025

29 April, 2025