IND vs PAK: ફરી ટકરાશે ભારત પાકિસ્તાન! T20 વર્લ્ડકપનું શેડ્યુલ જાહેર

August 27, 2024

મહિલા ક્રિકેટ T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ આવી ગયું છે. બાંગ્લાદેશમાં તખ્તાપલટ અને તંગદિલી બાદ હવે મહિલા ક્રિકેટ વર્લ્ડકપની તમામ મેચો બાંગ્લાદેશને બદલે યુએઈમાં રમાશે. આ ટુર્નામેન્ટનું આયોજન 3 ઓક્ટોબરે કરવામાં આવશે. ટીમ ઈન્ડિયા હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં દુબઈમાં પાકિસ્તાન સામે ટકરાશે. 6 ઓક્ટોબરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ટીમ ઈન્ડિયાનો પ્રથમ મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે. આ મેચ દુબઈમાં રમાશે. આ પહેલા ભારતીય ટીમ 2 વોર્મ-અપ મેચ પણ રમશે. ભારતની પ્રથમ વોર્મ-અપ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે અને બીજી દક્ષિણ આફ્રિકા સામે રમાશે. ત્યાર બાદ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે છે. આ મેચ 4 ઓક્ટોબરે રમાશે. બીજી મેચ પાકિસ્તાન સામે 6 ઓક્ટોબરે રમાશે. ભારત અને શ્રીલંકા વચ્ચે 9 ઓક્ટોબરે મેચ રમાશે. આ ત્રણેય મેચ દુબઈમાં રમાશે. ટીમ ઈન્ડિયા શારજાહમાં ઓસ્ટ્રેલિયા સામે ચોથી મેચ રમશે. આ મેચ 13 ઓક્ટોબરે રમાશે. ટુર્નામેન્ટમાં કુલ 23 મેચો રમાવાની છે. દરેક ટીમ ચાર ગ્રુપ મેચ રમશે. આ મેચો પહેલા કુલ 10 વોર્મ-અપ મેચો રમાશે. મહિલા T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચ 17 ઓક્ટોબરે દુબઈમાં રમાશે. બીજી સેમિફાઇનલ મેચ 18 ઓક્ટોબરે શારજાહમાં રમાશે. આ પછી ફાઈનલ મેચ 20 ઓક્ટોબરે દુબઈમાં રમાશે.
ટુર્નામેન્ટ માટે બે ગ્રુપ બનાવવામાં આવ્યા છે. 
ગ્રુપ A
ભારત, 
ઓસ્ટ્રેલિયા, 
ન્યુઝીલેન્ડ, 
પાકિસ્તાન
શ્રીલંકાને
ગ્રુપ બીમાં 
દક્ષિણ આફ્રિકા, 
ઈંગ્લેન્ડ, 
વેસ્ટ ઈન્ડિઝ, 
બાંગ્લાદેશ અને 
સ્કોટલેન્ડ