19 છગ્ગા સાથે 55 બોલમાં 165 રન ફટકાર્યા: T20માં LSGના બેટરે તોફાન મચાવ્યું
August 31, 2024
ભારતની ભૂમિ ખેલાડીઓથી ભરેલી છે. જ્યારે એક સંન્યાસ લઈ લે છે તો બીજો તેની જગ્યા લેવા તૈયાર જોવા મળે છે. એક તરફ ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા T20 ફોર્મેટમાંથી સંન્યાસ લીધા બાદ ટેસ્ટ અને વન ડે પર ફોકસ કરી રહ્યા છે તો બીજી તરફ તેમનું સ્થાન લેવાની રેસમાં યુવા બેટ્સમેનો મેદાન પર પોતાને સાબિત કરવાના તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. તેમાંથી એક છે આયુષ બદોની. IPL 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ ટીમમાં સામેલ રહેલા આ યુવા બેટ્સમેને દિલ્હી પ્રીમિયર લીગની પહેલી જ સિઝનમાં એ કરી બતાવ્યું જેનું દરેક લોકો સપનું જોતા હોય છે.
યુવા બેટ્સમેન આયુષ બડોનીએ દિલ્હી પ્રીમિયર લીગની એક મેચમાં વિસ્ફોટક બેટિંગ કરતા 19 છગ્ગા ફટકાર્યા અને 300ના સ્ટ્રાઈક રેટથી 165 રન બનાવી દીધા છે. આયુષ બદોનીએ દક્ષિણ દિલ્હી સુપરસ્ટાર માટે શાનદાર બેટિંગ કરી અને ઉત્તર દિલ્હી સ્ટ્રાઈકર્સ સામે માત્ર 55 બોલમાં જ 8 ચોગ્ગા અને 19 છગ્ગા ફટકાર્યા છે. કેપ્ટને T20 ક્રિકેટમાં કોઈપણ ફ્રેન્ચાઈઝી લીગમાં ભારતીય તરીકે સૌથી મોટી ઈનિંગ્સ રમી. ઓવરઓલ જોઈએ તો ક્રિસ ગેલ (175* RCB vs PW) અને એરોન ફિંચ (172 AUS vs ZIM) પછી આ ત્રીજી શ્રેષ્ઠ ઈનિંગ્સ છે.
આયુષ સાથે આ મેચમાં ઓપનર પ્રિયાંશ આર્યાએ 50 બોલમાં 10 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 120 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના નામે એક જ ઓવરમાં 6 છગ્ગા પણ સામેલ છે. આ રીતે દક્ષિણ દિલ્હી સુપરસ્ટાર્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 308 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, આ મેચ કોઈ નાના મેદાન પર નહીં પરંતુ અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી.
Related Articles
સચિન તેંડુલકરનો વધુ એક રેકોર્ડ તોડી શકે છે વિરાટ કોહલી
સચિન તેંડુલકરનો વધુ એક રેકોર્ડ તોડી શકે...
‘પીટી ઉષા ભાજપની તરફેણમાં, ઓલમ્પિક વખતે મને સાંત્વના પણ ન આપી’ વિનેશ ફોગાટનો આક્ષેપ
‘પીટી ઉષા ભાજપની તરફેણમાં, ઓલમ્પિક વખતે...
Sep 12, 2024
ભારતના આ સ્ટેડિયમ સામે સંકટ, 1 વર્ષનો પ્રતિબંધ લાગવાની શક્યતા, બે વિદેશી ટીમોની મેચ ટલ્લે ચઢી
ભારતના આ સ્ટેડિયમ સામે સંકટ, 1 વર્ષનો પ્...
Sep 11, 2024
ભારત-બાંગ્લાદેશ સીરિઝમાં રોહિત, વિરાટ અને અશ્વિન પાસે સુવર્ણ તક, બની શકે છે આ 5 રેકૉર્ડ
ભારત-બાંગ્લાદેશ સીરિઝમાં રોહિત, વિરાટ અન...
Sep 10, 2024
એક મેચમાં ખેરવી 9 વિકેટ: આ ખેલાડીની બોલિંગ સામે પંત પણ ના ચાલ્યો, ટીમમાં એન્ટ્રીનો દાવો મજબૂત
એક મેચમાં ખેરવી 9 વિકેટ: આ ખેલાડીની બોલિ...
Sep 09, 2024
રોનાલ્ડોની વધુ એક સિદ્ધિ, 900 ગોલ કરનાર વિશ્વનો પહેલો ખેલાડી બન્યો, 1236 મેચ રમી ચૂક્યો
રોનાલ્ડોની વધુ એક સિદ્ધિ, 900 ગોલ કરનાર...
Sep 07, 2024
Trending NEWS
16 September, 2024
16 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
Sep 16, 2024