દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક કાર્યવાહી, જમ્મુ-કાશ્મીરમાં ઇલેક્ટ્રિશિયનની ધરપકડ
November 22, 2025
દિલ્હી - દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય તપાસ એજન્સીએ જમ્મુ-કાશ્મીરમાંથી એક ઇલેક્ટ્રિશિયનની ધરપકડ કરી છે. ઇલેક્ટ્રિશિયનની ઓળખ પુલવામાના તુફૈલ અહમ તરીકે થઈ છે, જેના પર આતંકવાદી મોડ્યુલનો સભ્ય હોવાની શંકા છે. તુફૈલ અહમદને પૂછપરછ માટે એક ઔદ્યોગિક ક્ષેત્રથી અટકાયત કરવામાં આવી છે. તુફૈલનું જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાણ હોવાની શંકા વર્તાઈ રહી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ દરમિયાન બ્લાસ્ટમાં સંકળાયેલા જરૂરી પૂરાવાઓ સામે આવી રહ્યા છે. તેવામાં ઝડપાયેલા આરોપીને લઈને તપાસ એજન્સી આતંકી મોડ્યૂલમાં તેની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટમાં 15 લોકોના મોત નીપજ્યા હતા.
આ પહેલા રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA)એ ગત ગુરુવારે ત્રણ ડૉક્ટર અને એક ધાર્મિક ઉપદેશકની ધરપકડ કરી હતી. વિસ્ફોટ બાદ, જમ્મુ અને કાશ્મીર પોલીસે મૌલવી ઇરફાન અહેમદ વાગે સાથે મુઝમ્મિલ ગનઈ, આદિલ રાથર અને શાહીના સઈદની ધરપકડ કરી હતી. NIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં જિલ્લા સત્ર ન્યાયાધીશના પ્રોડક્શન ઓર્ડર બાદ આતંકવાદ વિરોધી તપાસ એજન્સીએ શ્રીનગરમાં આરોપીને કસ્ટડીમાં લીધો હતો. આ તમામ આરોપીઓએ આતંકવાદી હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
Related Articles
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પૂર્ણ : વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલા...
Oct 09, 2026
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય નૌકાદળમાં થશે સામેલ
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગર...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026