અમેરિકામાં વધુ એક ભારતીયનું મોત, ટેક કંપનીના માલિકનું હુમલા બાદ મોત

February 10, 2024

યુ.એસ.માં ભારતીયો અને ભારતીય-અમેરિકનો પર હુમલા અને મૃત્યુનો સિલસિલો યથાવત્ છે. એક ભારતીય-અમેરિકન એક્ઝિક્યુટિવનું મારામારી બાદ મોત થતા ચકચાર મચી ગઈ છે. ઘટના જાણે એમ છે કે, વોશિંગ્ટનની એક રૅસ્ટોરન્ટની બહાર થયેલી મારામારીમાં ભારતીય મૂળના અને 41 વર્ષીય વિવેક તનેજાને જીવલેણ ઈજાઓ સાથે મળી આવ્યો હતો.

જો કે એના બે દિવસ સારવાર દરમ્યાન મોત થયું હતું. વિવેક તનેજા, જે વર્જિનિયાનો છે મૃતક પર હુમલો કરનાર શંકાસ્પદ વ્યક્તિ બીજી ફેબ્રુઆરીએ જાપાનીઝ રૅસ્ટોરન્ટમાં હતા, એમ પોલીસ અહેવાલમાં જણાવાયું છે. મળતી માહિતી પ્રમાણે હુમલાખોરે ભારતીય મૂળના વ્યકિત વિવેક તનેજાને જમીન પર પછાડવામાં આવ્યો હતો અને તેનું માથું ફૂટપાથ પર માર્યું હતું જેથી તેને ગંભીર ઈજાઓ થઈ હતી. જેના લીધે બાદમાં તેનું મોત થયું હતું.

મૃતક તનેજા જેની ઉંમર 41 છે તે મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ રૅસ્ટોરન્ટમાંથી બહાર નીકળ્યો અને નજીકની શેરીમાં તેની સાથે ઝઘડો થયો હતો, પોલીસ રિપોર્ટમાં વિવાદના પ્રકારનું વર્ણન કર્યા વિના જણાવાયું છે. કે હુમલામાં તે ભાન ગુમાવી બેઠો હતો અને જ્યારે પોલીસ પહોંચી ત્યારે તેને જીવલેણ ઈજાઓ સાથે જોયો અને તેને હોસ્પિટલમાં લઈ ગયો.

ગઈકાલે સાંજે હોસ્પિટલમાં ઈજાઓથી તેનું મૃત્યુ થયું હતું, પોલીસે જણાવ્યું હતું કે મર્ડરની ઘટના બાદ પોલીસે શંકાસ્પદની તસવીર શેર કરી છે. આ ઉપરાંત સીસીટીવીમાં દેખાતા શકમંદની શોધખોળ ચાલુ છે. તેની ઓળખ થઈ નથી.પોલીસે કોઈપણ વ્યક્તિ માટે 25,000 ડોલર ઈનામની ઓફર કરી છે જે તેની ધરપકડ અને દોષિત ઠરાવે તેવી માહિતી પ્રદાન કરે છે.