ગુજરાતમાં બજરંગ દળ અને VHP 'પઠાણ'નો વિરોધ નહીં કરે,

January 24, 2023

શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ' બુધવારે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે. પઠાણના ટ્રેલર પહેલા જ્યારે તેનું ગીત 'બેશરમ રંગ' રિલીઝ થયુ ત્યારે એક સીનને લઈને ખૂબ વિવાદ થયો. ફિલ્મમાં શાહરુખ ખાનની સાથે ફીમેલ લીડ રોલ ભજવી રહેલી અભિનેત્રી દીપિકા પાદુકોણ ગીતના એક સીનમાં ભગવા કલરની બિકિની પહેરેલી જોવા મળી. આ સીનને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારો ગણાવતા આની ટીકા શરૂ થઈ ગઈ. ગીતને મુદ્દે ઘણો વિવાદ થયો અને અમુક નેતાઓથી લઈને સંગઠનોએ પઠાણનો વિરોધ કરવાનું શરૂ કરી દીધુ. ફિલ્મને બોયકોટ કરવા સુધીની અપીલ થવા લાગી. જોકે અત્યારે શાહરુખ ખાનના ચાહકો માટે એક મોટા સમાચાર છે. પઠાણ વિરુદ્ધ ઘણા શહેરોમાં પ્રદર્શન કરવામાં આગળ રહેનાર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ હવે ગુજરાતમાં ફિલ્મનો વિરોધ કરશે નહીં. ગુજરાતમાં વિશ્વ હિંદુ પરિષદના ક્ષેત્ર મંત્રી અશોક રાવલે આ વિશે એક સત્તાવાર નિવેદન જાહેર કર્યુ છે. પોતાના નિવેદનમાં તેમણે પઠાણમાં પરિવર્તન કરવા માટે સેન્સર બોર્ડની પ્રશંસા કરી અને કહ્યુ કે હવે ફિલ્મ જોવી નહીં તેનો નિર્ણય જનતા લેશે.
અશોક રાવલે પોinતાના સત્તાકીય નિવેદનમાં કહ્યુ, હિંદી ફિલ્મ પઠાણનો બજરંગ દળ દ્વારા વિરોધ કર્યા બાદ સેન્સર બોર્ડે ફિલ્મમાં અશ્લીલ ગીત અને અભદ્ર શબ્દોને દૂર કર્યા છે, જે સારી બાબત છે. ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે આ સફળ સંઘર્ષ કરનાર તમામ કાર્યકર્તાઓ અને સમસ્ત હિંદુ સમાજને હુ અભિનંદન પાઠવુ છુ. અશોક રાવલે કહ્યુ, આ સાથે જ હુ સેન્સર બોર્ડ, નિર્માતાઓ અને થિયેટર માલિકોને એ પણ વિનંતી કરુ છુ કે ફિલ્મ ઉદ્યોગના એક મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે જો તેઓ સમયસર ધર્મ, સંસ્કૃતિ અને દેશભક્તિને ધ્યાનમાં રાખીને આવી વાતોનો વિરોધ કરશે તો બજરંગ દળ અને હિંદુ સમાજને કોઈ વાંધો રહેશે નહીં. ભારત માતા કી જય... જય શ્રી રામ... ની સાથે પોતાનું નિવેદન પૂર્ણ કર્યા પહેલા અશોક રાવલે કહ્યુ, ફિલ્મ જોવી કે ન જોવી તેનો નિર્ણય અમે ગુજરાતના પ્રસિદ્ધ નાગરિકો પર છોડીએ છીએ. ઉલ્લેખનીય છેકે 25 જાન્યુઆરીએ 'પઠાણ' થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે અને આ માટે એડવાન્સ બુકિંગ થઈ રહ્યુ છે. રિલીઝના એક દિવસ પહેલા આવેલુ અશોક રાવલનું આ નિવેદન પઠાણ જોવા માટે થિયેટર્સ જઈ રહેલી જનતાને વધુ મોટિવેટ કરશે. હવે જોવાનું એ છેકે પઠાણનો બિઝનેસ કેવો રહેશે.