27 વર્ષની લાડીને 72 વર્ષના 'બાપુજી' પરણ્યા, 4 વર્ષ લિવ ઈનમાં રહ્યા, જોધપુરમાં લગ્ન
September 19, 2025
જોધપુર : રાજસ્થાનનું જોધપુર ફરી એકવાર વિદેશી મહેમાનોના લગ્નનું સાક્ષી બન્યું છે. આ વખતે અહીં યુક્રેનના નિવાસી એક કપલે ભારતીય પરંપરાઓથી પ્રેરિત હિન્દુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્નના બંધનમાં બંધાયા છે. આ કપલ છેલ્લા 3-4 વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહી રહ્યું હતું, પરંતુ ભારતીય પરંપરાઓથી પ્રેરિત થઈને તેમણે પરંપરાગત લગ્ન કરવાનું નક્કી કર્યું.
વાસ્તવમાં 72 વર્ષીય વરરાજા સ્ટાનિસ્લાવ અને 27 વર્ષીય દુલ્હન અનહેલીના પહેલી વાર ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ ભારતીય રીતિ-રિવાજો અને પરંપરાઓથી એટલા પ્રભાવિત થયા કે તેમણે જયપુર, ઉદયપુર અને જોધપુરમાંથી લગ્ન કરવા માટે સૂર્યનગરી જોધપુરની પસંદગી કરી. આ કપલના લગ્નને કોઓર્ડિનેટ કરનારી કંપનીના પ્રતિનિધિઓ રોહિત અને દીપકે જણાવ્યું કે, દુલ્હન અનહેલીના ભારતીય રીતિ-રિવાજોથી ખૂબ જ પ્રભાવિત છે, તેથી તેણે દરેક પરંપરાનું પાલન કર્યું. બુધવારે જોધપુર પહોંચ્યા પછી લગ્નની વિધિઓ શરૂ થઈ. વરરાજા શાહી પોશાક, પાઘડી અને કલગી લઈને ઘોડી પર સવાર થઈને જાન લઈને આવ્યો. શહેરના ખાસ બાગમાં પરંપરાગત રીતે વરરાજાનું તિલક કરવામાં આવ્યું. ત્યારબાદ વરમાળા વિધિ થઈ અને પછી વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કપલે સાત ફેરા લઈને લગ્નની વિધિ પૂર્ણ કરી. આ દરમિયાન વરરાજાએ દુલ્હનને મંગળસૂત્ર પહેરાવ્યું અને સિંદૂરથી માંગ પણ ભરી. આ કપલે ભારતીય પોશાક પહેરીને લગ્નની તમામ વિધિઓ પૂર્ણ કરી અને સંગીત પર ડાન્સ પણ કર્યો.
Related Articles
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પૂર્ણ : વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલા...
Oct 09, 2026
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય નૌકાદળમાં થશે સામેલ
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગર...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026