ભાજપ ગોવામાં સાંપ્રદાયિક ટેન્શન વધારી રહ્યું છે, તેનો સામનો કરાશે:રાહુલ ગાંધી
October 07, 2024

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રવિવારે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ મૂકીને ભાજપ પર ગોવામાં જાણીજોઇને સાંપ્રદાયિક ટેન્શન ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે સત્તારુઢ પક્ષના પ્રયાસોને પડકારવામાં આવશે કેમ કે રાજ્ય અને સમગ્ર ભારતના લોકો આ વિભાજનકારી એજન્ડાને જોઇ રહ્યા છે અને એકસંપ છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ગોવાનું આકર્ષણ તેની પ્રાકૃતિક સુંદરતા અને તેના વિવિધ તથા સામંજસ્યપૂર્ણ લોકોના આતિથ્યમાં છે. પણ દુર્ભાગ્યથી ભાજપના શાસનમાં આ સદભાવ પર હુમલો થઇ રહ્યો છે.
ભાજપ જાણીજોઇને સાંપ્રદાયિક ટેન્શનને ભડકાવી રહ્યું છે. જેમાં એક ભૂતપૂર્વ આરએસએસ નેતા ક્રિશ્ચિયન તથા સંઘ સંગઠનોને મુસલમાનોનો આર્થિક બહિષ્કાર કરવા માટે ઉશ્કેરી રહ્યા છે. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે ગોવામાં ભાજપની વ્યૂહરચના સ્પષ્ટ છે. ગેરકાયદેસર રીતે ગ્રીનલેન્ડને પરિવર્તિત કરીને તથા પર્યાવરણના નિયમોને બાજુએ રાખીને પારિસ્થિતિક રૂપથી સંવેદનશીલ ક્ષેત્રોનું શોષણ કરતાં લોકોનું વિભાજન કરવું, જે ગોવાના પ્રાકૃતિક અને સામાજિક વારસા પર હુમલો છે.
Related Articles
'ધનખડે લિમિટ ક્રોસ કરી હતી', ઉપરાષ્ટ્રપતિના રાજીનામાં બાદ ચિદમ્બરમનો ચોંકાવનારો દાવો
'ધનખડે લિમિટ ક્રોસ કરી હતી', ઉપરાષ્ટ્રપત...
Jul 23, 2025
ઐતિહાસિક ભારત-UK ટ્રેડ એગ્રીમેન્ટને કેબિનેટની મંજૂરી
ઐતિહાસિક ભારત-UK ટ્રેડ એગ્રીમેન્ટને કેબિ...
Jul 23, 2025
દેવા પર જીવતો દેશ આતંકવાદ અને ઉગ્રવાદમાં ડૂબી ગયો, ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને દર્પણ દેખાડ્યું
દેવા પર જીવતો દેશ આતંકવાદ અને ઉગ્રવાદમાં...
Jul 23, 2025
દિલ્હી-NCRમાં વરસાદી માહોલ, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
દિલ્હી-NCRમાં વરસાદી માહોલ, હવામાન વિભાગ...
Jul 23, 2025
ગ્વાલિયરમાં પૂર ઝડપે આવતી કારે કાવડીયાઓને ઉડાવ્યા, 4ના મોત
ગ્વાલિયરમાં પૂર ઝડપે આવતી કારે કાવડીયાઓન...
Jul 23, 2025
જગદીપ ધનખડના રાજીનામા અંગે ભાજપના વરિષ્ઠ નેતાઓના મૌનથી ઘણી અટકળો
જગદીપ ધનખડના રાજીનામા અંગે ભાજપના વરિષ્ઠ...
Jul 23, 2025
Trending NEWS

22 July, 2025

22 July, 2025

22 July, 2025

22 July, 2025

22 July, 2025

22 July, 2025

22 July, 2025

22 July, 2025

22 July, 2025

22 July, 2025