વાવ પેટા ચૂંટણીમાં ભાજપની જીત : ભાભરના EVMની સાથે ભાજપની કિસ્મત પણ ખૂલી
November 23, 2024
વાવ : વાવ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ. પરંતુ આજે શનિવારે મતગણતરીના છેલ્લા ત્રણથી ચાર રાઉન્ડ ભાજપ-કોંગ્રેસ માટે શ્વાસ અદ્ધર કરી દે તેવા રહ્યા હતા. છેલ્લી ત્રણ ઓવરમાં જાણે કે રનનો ટારગેટ પૂરો કરવાનો હોય અને મેચમાં રસાકસી સર્જાઈ હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. સવારે મતગણતરી શરૂ થઈ ત્યારથી 15થી 16માં રાઉન્ડ સુધી એવું જ લાગતું હતું કે, કોંગ્રેસ બાજી મારી જશે. પરંતુ 16માં રાઉન્ડથી બાજી પલટાવાની શરૂઆત થઈ ગઈ. ભાભરના EVMની ગણતરી શરૂ થતાં જ ભાજપના કાર્યકરોના જીવમાં જીવ આવ્યો. અંતે પરિણામનું સ્વરૂપ બદલાયું અને ભાજપની કિસ્મત પણ ખૂલી.
વાવ બેઠકની પેટા ચૂંટણીના પરિણામના 16માં રાઉન્ડ પહેલા કોંગ્રેસ 14000 જેટલાં મતોની લીડથી આગળ હતી. પરંતુ જ્યારે ભાજપના મત વિસ્તારોના ઈવીએમ ખુલવા લાગ્યા તો ભાજપને જીતની આશા દેખાવા લાગી. બીજી તરફ, કોંગ્રેસની લીડ ઘટતી ગઈ. અંતિમ તબક્કાના રાઉન્ડની ગણતરીની જો વાત કરીએ તો, 20માં રાઉન્ડમાં કોંગ્રેસની લીડ 3569 હતી. જ્યારે 21માં રાઉન્ડમાં કોંગ્રેસની લીડ ઘટીને 370 થઈ હતી, તો 22માં રાઉન્ડમાં ભાજપને 1099થી લીડ મળી અને 23માં રાઉન્ડમાં 2353 મત અને 24માં રાઉન્ડમાં 2436 લીડ સાથે ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. વાવ બેઠકની પેટા ચૂંટણીના 20માં રાઉન્ડના અંતે ભાજપને 4641 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 2528 મત મળ્યા હતા. જેમાં કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 3569 મતથી કોંગ્રેસ આગળ હતું.
21મો રાઉન્ડ પૂર્ણ થતા, કોંગ્રેસને 83558 મત, ભાજપને 83188 મત અને અપક્ષના માવજી પટેલને 25752 મત મળ્યા હતા. ભાજપ 370 મતથી પાછળ રહ્યું હતું. 22માં રાઉન્ડથી બાજી પલટાવાની શરૂઆત થઈ હતી. જેમાં 22માં રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને 4616 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 3147 અને અપક્ષના ઉમેદવાર માવજી પટેલને 1115 મત મળ્યાં હતા. આમ આ રાઉન્ડથી ભાજપ કોંગ્રેસ કરતાં 1099 મતથી આગળ નીકળ્યું હતું. જ્યારે 23માં રાઉન્ડમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરને 91755 મત, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 89402 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 27173 મત મળ્યા હતા.
Related Articles
પંચમહાલની વાવકુલ્લી-2 દેશની શ્રેષ્ઠ પંચાયત, મુર્મૂના હસ્તે ઍવૉર્ડ એનાયત
પંચમહાલની વાવકુલ્લી-2 દેશની શ્રેષ્ઠ પંચા...
માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન, બરફની ચાદર પથરાતાં સહેલાણીઓ ઠંડીમાં ઠુંઠવાયા
માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન, બરફની ચા...
Dec 12, 2024
ઠંડીમાં ઠુઠવાયા ગુજરાતીઓ: 72 કલાક કોલ્ડવેવની શક્યતા, વરસાદી ઝાપટાની પણ આગાહી
ઠંડીમાં ઠુઠવાયા ગુજરાતીઓ: 72 કલાક કોલ્ડવ...
Dec 10, 2024
ગુજરાતમાં શિયાળાની જમાવટઃ નલિયા 10.8 ડિગ્રી ઠંડીથી ઠુંઠવાયું, અમદાવાદમાં 13.2 ડિગ્રી સાથે નોંધાયુ લઘુતમ તાપમાન
ગુજરાતમાં શિયાળાની જમાવટઃ નલિયા 10.8 ડિગ...
Dec 09, 2024
માળિયા હાટીના નજીક બે કાર વચ્ચે અકસ્માત, વિદ્યાર્થીઓ સહિત 7ના મોત, પોલીસ કાફલો ઘટનાસ્થળે
માળિયા હાટીના નજીક બે કાર વચ્ચે અકસ્માત,...
Dec 09, 2024
અમદાવાદમાં BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ, એક લાખથી વધારે કાર્યકરો આવ્યા
અમદાવાદમાં BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ,...
Dec 08, 2024
Trending NEWS
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
12 December, 2024
12 December, 2024
11 December, 2024
11 December, 2024
Dec 13, 2024