ઉત્તરાખંડના કુંજાપુરીમાં ખીણમાં બસ ખાબકી, 5 શ્રદ્ધાળુના મોત, ગુજરાતના હોવાની આશંકા
November 24, 2025
ઉત્તરાખંડના ઋષિકેશ નજીક ટિહરી જિલ્લાના કુંજાપુરીમાં ગંભીર બસ અકસ્માત સર્જાયાની માહિતી સામે આવી છે. કુંજાપુરી મંદિર નજીક આ બસ ખીણમાં ખાબકી ગઇ હતી. જેમાં લગભગ પાંચ લોકો મૃત્યુ પામી ગયા હતા જ્યારે 20 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાં ગુજરાતીઓ સામેલ હોવાની આશંકા સેવાઈ રહી છે.
માહિતી અનુસાર આ નરેન્દ્રનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા કુંજાપુરી-હિંડોલાખાલ નજીક એક બસ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. જેમાં 30 થી 35 મુસાફરો સવાર હતા. ઘટનાની જાણકારી મળતાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
માહિતી અનુસાર આ બસમાં ગુજરાતના શ્રદ્ધાળુઓ સવાર હોવાના અહેવાલ છે. જેઓ કુંજાપુરી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. હાલમાં ઘટનાસ્થળે વહીવટી અધિકારીઓ, રેસ્ક્યુ ટીમ પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે પહોંચાડવામાં આવી રહ્યા છે. પાંચ શ્રદ્ધાળુઓના મોતની પુષ્ટી થઇ ચૂકી છે. જે બસનું અકસમાત થયું છે તેનું નબંર UK14PA1769 જાણવા મળી રહ્યું છે. મૃતકોમાં ચાર મહિલા અને એક યુવકનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને હાલમાં ઋષિકેશમાં આવેલી AIIMSમાં સારવાર આપવામાં આવી રહી છે.
Related Articles
3 માર્ચે ભારતમાં દેખાશે 'ખગ્રાસ ચંદ્રગ્રહણ'નો અદભૂત નજારો, ગુજરાતમાં જોવા મળશે 'છાયા ગ્રહણ'
3 માર્ચે ભારતમાં દેખાશે 'ખગ્રાસ ચંદ્રગ્ર...
Feb 25, 2026
ઇઝરાયલે ભારતને બ્રહ્મોસ કરતાં ઝડપી ગોલ્ડન હોરાઇઝન મિસાઇલ આપવાની ઑફર કરી
ઇઝરાયલે ભારતને બ્રહ્મોસ કરતાં ઝડપી ગોલ્ડ...
Feb 25, 2026
IDFC બેંક કૌભાંડ: વિજિલન્સે માસ્ટરમાઈન્ડ સહિત ચાર શખ્સોની ધરપકડ કરી
IDFC બેંક કૌભાંડ: વિજિલન્સે માસ્ટરમાઈન્ડ...
Feb 25, 2026
બિહારમાં એક્સ પ્રેમીએ લગ્નમાં આવી દુલ્હનને ગોળી મારી દીધી
બિહારમાં એક્સ પ્રેમીએ લગ્નમાં આવી દુલ્હન...
Feb 25, 2026
બાબા સિદ્દીકી કો જૈસે મારા વૈસે તુમકો ભી માર દેંગે કહીને મુંબઈમાં ગુજરાતી જ્વેલર્સને ધમકી
બાબા સિદ્દીકી કો જૈસે મારા વૈસે તુમકો ભી...
Feb 25, 2026
કેરળને મળ્યું નવું નામ: કેવી હતી 'કેરળમ'ની ઐતિહાસિક યાત્રા
કેરળને મળ્યું નવું નામ: કેવી હતી 'કેરળમ'...
Feb 25, 2026
Trending NEWS
25 February, 2026
25 February, 2026
25 February, 2026
25 February, 2026
25 February, 2026
25 February, 2026
24 February, 2026
24 February, 2026
24 February, 2026
24 February, 2026