22 માર્ચથી શરૂ થશે ચૈત્ર નવરાત્રિ:સવારે 6:23 વાગ્યે ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત
March 20, 2023

ચૈત્ર નવરાત્રિની શરુઆત બુધવાર, 22 માર્ચ 2023થી થઈ રહી છે. આ દિવસે જ ચૈત્ર મહિનાનાં પહેલા શુક્લ પક્ષની તિથિ એટલે હિંદૂનવવર્ષની પણ શરુઆત થશે. નવરાત્રિનો તહેવાર 22 માર્ચનાં રોજ શરુ થશે અને 30 માર્ચ સુધી ચાલશે. હિંદૂ ધર્મમાં નવરાત્રિનાં નવ દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસોમાં દુર્ગા માતાને પ્રસન્ન કરવા માટે પૂજા-પાઠ કરવામાં આવે છે. દેવી માતાને પ્રસન્ન કરવા માટે અને વ્રત કરવા માટે આ દિવસોમાં કડક નિયમોનું પાલન કરવામાં આવે છે. આ વ્રતની સાથે તેના નિયમોનું પાલન કરવું પણ જરુરી છે તો જ દેવી માતાનો આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે. તો ચાલો જ્યોતિષાચાર્ય મુજબ આ નવરાત્રિ દરમિયાન ક્યા-ક્યા નિયમોનું પાલન કરવુ જોઈએ? તેના વિશે જાણીએ.
નવરાત્રિ પર ઘરનાં મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવી પણ શુભ માનવામાં આવે છે. નવરાત્રિનાં પહેલા દિવસે ઘરનાં મુખ્ય દ્વાર પર રંગોળી બનાવી અને ઘરનાં દરવાજા પર કુમકુમથી શુભ-લાભ લખો.
નવરાત્રિ દરમિયાન દુર્ગા માતાની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માટે પૂજાસ્થળ પર માતા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરો. માતા લક્ષ્મી અને માતા સરસ્વતીની મૂર્તિઓ પણ સ્થાપિત કરો. ત્યારબાદ વિધિવત પૂજા કરો અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો.
નવરાત્રિનાં નવ દિવસ સાત્વિક ભોજનનું જ સેવન કરવુ જોઈએ. વ્રત કરનારા લોકોએ ભોજન કે ફળાહાર પણ કરવું જોઈએ. ફળાહાર કરવું એ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી સાબિત થાય છે.
નવરાત્રિ દરમિયાન પતિ-પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવુ જોઈએ. નવરાત્રિનાં નવ દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. આ દિવસોમાં નખ અને વાળ પણ કાપવા જોઈએ નહી.
કળશની સ્થાપના કરવા માટે સૌથી પહેલા વહેલી સવારે ઊઠીને સ્નાન કરીને સાફ કપડા પહેરવા. મંદિરની સાફ-સફાઈ કરીને તેની નીચે સફેદ કે લાલ રંગનું કપડું પાથરો. આ કપડા પર થોડા ચોખા રાખો. એક માટીનાં પાત્રમાં જવ વાવી દો. આ પાત્ર પર પાણીથી ભરેલા કળશની સ્થાપના કરો. કળશ પર સ્વસ્તિક બનાવીને તેના પર કલાવા બાંધો.
કળશમાં આખી સોપારી, સિક્કા અને અક્ષત ઉમેરીને અશોકના પાન રાખો. એક શ્રીફળ લો અને તેના પર ચૂંદડી ઓઢાડીને કલાવા બાંધી લો. આ શ્રીફળને કળશની ઉપર રાખીને દેવી દુર્ગા માતાનું આવાહન કરો. તે પછી દીવડો પ્રગટાવીને કળશની પૂજા કરો. નવરાત્રિમાં દેવીની પૂજા માટે સોનુ, ચાંદી, તાંબુ, પીતળ કે માટીનો કળશ સ્થાપિત કરવામાં આવી શકે છે.
ચૈત્ર નવરાત્રિ પૂજન માટે પૂજાની સામગ્રીનું લિસ્ટ
માતા દુર્ગાની ફોટો, સિંદુર, કેસર, કપૂર, ધૂપ, વસ્ત્રો, અરીસો, કાંસકો, બંગડીઓ, સુગંધિત તેલ, ચોકી માટે લાલ કપડું, પાણીવાળું શ્રીફળ, દુર્ગાસપ્તશતી બુક, આંબાના પાંદડાનું તોરણ, ફૂલ, દુર્વા, મહેંદી, બિંદી, આખી સોપારી, હળદરની ગાંઠ, આસન, પાંચ મેવા, ઘી, લોબાન, ગૂગળ, લવિંગ, કમલગટ્ટા, સોપારી, કપૂર, હવનકુંડ, રોલી, મોલી, પુષ્પહાર, બિલીપત્ર, કમલગટ્ટા, દીવડો, નૈવૈદ્ય, મધ, સાકર, પંચમેવા, જાયફળ, લાલ રંગની બંગડીઓ, ફળ, મિઠાઈ, દુર્ગા ચાલીસા અને આરતીની બુક વગેરે.
Related Articles
અમરનાથ યાત્રા પર નહીં જઈ શકે 13 વર્ષની નીચેના અને 75 વર્ષથી વધુ ઉંમરના લોકો
અમરનાથ યાત્રા પર નહીં જઈ શકે 13 વર્ષની ન...
May 16, 2023
વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર:12 મહિના પછી સૂર્યનો શુક્રની રાશિમા પ્રવેશ
વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર:12 મહિના પછી...
May 16, 2023
મે મહિના દરમિયાન સૂર્ય, મંગળ અને શુક્ર રાશિ બદલશે
મે મહિના દરમિયાન સૂર્ય, મંગળ અને શુક્ર ર...
May 01, 2023
ગુરુનો ઉદય થતાં સર્જાશે હંસ રાજયોગ:27 એપ્રિલે ગુરુનો ઉદય થતાં માંગલિક કાર્યો શરૂ થશે
ગુરુનો ઉદય થતાં સર્જાશે હંસ રાજયોગ:27 એપ...
Apr 25, 2023
અખંડ શુભદાયી યોગ:ધનતેરસ અને દિવાળી જેવી લાભદાયી છે અક્ષય તૃતીયા
અખંડ શુભદાયી યોગ:ધનતેરસ અને દિવાળી જેવી...
Apr 18, 2023
14 એપ્રિલથી લાગી રહ્યો છે આ ગ્રહણ યોગ, આ રાશિના આવતા 30 દિવસ હશે ભારે
14 એપ્રિલથી લાગી રહ્યો છે આ ગ્રહણ યોગ, આ...
Apr 10, 2023
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023