ચીનમાં બાળકોમાં મોઈકોપ્લાઝમાના કારણે ફેલાયેલી નિમોનિયાની બીમારી વધવાના સંકેત મળી

November 28, 2023

ચીનમાં ફેલાયેલી શ્વાસની બીમારી વધવાના સંકેત મળી રહ્યા છે. આ કારણે ચીનની સરકારે ચેતવણી જાહેર કરી છે કે બાળકોમાં મોઈકોપ્લાઝમાના કારણે ફેલાયેલી નિમોનિયાની બીમારી વધવાના સંકેત મળી રહ્યા છે. ચીને કહ્યું કે શિયાળાના સમયે શ્વાસની અન્ય બીમારી એક મોટી આબાદીને પોતાની ઝપેટમાં લઈ શકે છે.

ચીનની સ્વાસ્થ્ય પ્રવક્તાએ રવિવારે કહ્યું હતું કે સામાન્ય ઈન્ફ્લુએન્ઝા વાયરસના કારણે બાળકોના બીમાર થવાના કિસ્સા વધ્યા છે. ચીને ફીવર ક્લિનિકની સંખ્યા વધારી છે જેથી દર્દીઓને સારવાર મળી રહે. આ સાથે સ્કૂલ અને ઓફિસમાં આ રોગ વધવાની શક્યતા છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં કેસ વધી રહ્યા છે. આ સાથે જ નવા વર્ષની શરૂઆત અને રજાઓ એટલે કે ડિસેમ્બરના અંતમાં કેસ વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

બેઈજિંગમાં સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે માઈકોપ્જાજમાના બાદ ચીનમાં ફ્લૂ અને એડિનો વાયરસ કાયમ છે. આ પછી અહીં બાળકો બીમાર થવાના કિસ્સા વધ્યા છે. ચીનમાં નાના બાળકોમાં નિમોનિયા વધવાને લઈને ડબલ્યૂએચઓએ જાણકારી માંગી હતી. તો ચીને કહ્યું કે આ સીઝનલ બીમારી છે અને નિયંત્રણમાં છે.