ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટ -BDO ચાલુ મીટીંગે બાખડ્યા

February 10, 2024

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક સમાચારે ચર્ચા જમાવી છે. તમાશાને તેડુ ન હોય તેમ આ વાત પણ ચારેબાજુ ફેલાઇ ગઇ છે. બે સરકારી બાબુઓ ચાલુ મીટીંગમાં બાખડી પડ્યા અને જીભાજોડી એટલી વધી ગઇ કે એક બીજા પર મારા-મારી કરવા લાગ્યા એ પણ કોઇ સામાન્ય કર્મચારીઓ નહી જિલ્લા મેજિસ્ટ્રેટ ભાનુ ચંદ્ર ગોસ્વામી અને બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BDO) અનિરુદ્ધ સિંહ ચૌહાણ વચ્ચે ઝપાઝપી થઈ હતી.

BDO અધિકારી પર જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે મારપીટ અને દુર્વ્યવહાર કરવાનો પણ આરોપ છે. શુક્રવારે સવારે 10 વાગ્યાના સુમારે જિલ્લા મેજીસ્ટ્રેટ કેમ્પ ઓફિસમાં સરકારની પ્રાથમિક યોજનાઓ અંગે બેઠક ચાલી રહી હતી. આ બેઠકમાં મુખ્ય વિકાસ અધિકારી પ્રતિભા સિંહ પણ હાજર હતા. આ ઉપરાંત જિલ્લાના તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ દરમિયાન જિલ્લા મેજીસ્ટ્રેટ તમામ અધિકારીઓ પાસેથી વિસ્તારની સમસ્યાઓ અને વિકાસના કામોની માહિતી લઈ રહ્યા હતા. આ સાથે કામોમાં સુધારો કરવા અથવા ઝડપી બનાવવા અંગે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. તમામ અધિકારીઓ પોતાના વિસ્તારના વિકાસ કામોની એક પછી એક માહિતી આપતા હતા.

આ દરમિયાન બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર અનિરુદ્ધસિંહ ચૌહાણનો વારોઆવ્યો હતો.બીડીઓ અનિરુદ્ધસિંહ ચૌહાણે તેમના વિકાસ બ્લોકમાં થયેલા કામોની માહિતી આપી હતી. એફઆઈઆરમાં ઉલ્લેખિત વસ્તુઓ સિવાય, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ડીએમએ મીટિંગમાં પેપર વેટ ફેંક્યું ત્યારે બીડીઓએ પણ તેમને લાત મારી હતી.