દિલ્હીના ફાર્મહાઉસથી રૂ.200 કરોડનું ડ્રગ્સ જપ્ત, 2ની ધરપકડ
November 23, 2025
દિલ્હી : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ દિલ્હીમાં 200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. એક ફાર્મ હાઉસમાં રેડ દરમિયાન ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો. ગુપ્ત જાણકારીના આધારે કાર્યવાહી શરૂ કરાઈ જેમાં ત્રણ દિવસ સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું. ઓપરેશનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય સિન્થેટિક ડ્રગ્સ નેટવર્કનો ખુલાસો થયો છે. ભારતની અંદર આ ગેંગ વિદેશી ઓપરેટર્સના ઈશારે કામ કરી રહી હતી. દિલ્હી-NCRમાં શંકાસ્પદ ગતિવિધિઓને ટ્રેક કરવામાં આવી રહી છે.
રેડ બાદ 25 વર્ષના શેન વારીસ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તે મૂળ ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાનો છે. શેન વરિસ નોઇડામાં એક કંપનીમાં સેલ્સ મેનેજરે તરીકે કામ કરી રહ્યો હતો. તે વિદેશમાં બેઠેલા તેના માલિકોના ઈશારે નકલી સીમ કાર્ડ અને વોટ્સએપની મદદથી સમગ્ર નેટવર્ક ચલાવતો હતો. શેનની પૂછપરછમાં એસ્ટર કિમીની નામની એક મહિલાનું નામ પણ સામે આવ્યું છે. NCBએ 20 નવેમ્બરે છતરપુર એન્કલેવના એક ઘરમાં દરોડા પાડયા હતા. જ્યાં 328.54 કિલો મેથામ્ફેટામિન મળી આવ્યું. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 200 કરોડ રૂપિયાથી પણ વધુ છે. સમગ્ર ઓપરેશનમાં તપાસ એજન્સીઓની ડ્રગ્સની સાથે સાથે ડ્રગ્સ નેટવર્કના વિદેશી લિન્ક, સપ્લાય રૂટ, લેણદેણની રીત સહિત અનેક પુરાવા મળી આવ્યા છે. જેના આધારે આગામી દિવસોમાં વધુ કેટલાક આરોપીઓની ધરપકડ પણ થઈ શકે છે. સમગ્ર મામલે નાગાલેન્ડની એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે.
Related Articles
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પૂર્ણ : વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલા...
Oct 09, 2026
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય નૌકાદળમાં થશે સામેલ
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગર...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026