ફિલિપાઈન્સના મિંડાનાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 6.8ની તીવ્રતા નોંધાઈ

December 04, 2023

ફિલિપાઈન્સના મિંડાનાઓમાં આજે રાતે 1.19 કલાકે 6.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે સોમવારે વહેલી સવારે દક્ષિણ ફિલિપાઇન્સના દરિયાકાંઠે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ ભૂકંપ આફ્ટરશોક હોઈ શકે છે. આ પહેલા પણ ફિલિપાઈન્સમાં છેલ્લા બે દિવસમાં અનેક ભૂકંપ આવી ચૂક્યા છે.

મિંડાનાઓ ટાપુ પર હિનાતુઆનની નગરપાલિકાના ઉત્તરપૂર્વમાં લગભગ 72 કિલોમીટર દૂર 30 કિલોમીટર (18 માઇલ)એ સવારે 4 વાગ્યા (સ્થાનિક સમય) પહેલાં ભૂકંપ આવ્યો હતો. આ સિવાય રવિવારે 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને શનિવારે આ જ વિસ્તારમાં 7.6ની તીવ્રતાનો જીવલેણ ભૂકંપ આવ્યો હતો. સતત ધરતીકંપના કારણે આ વિસ્તારમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી.