મેક્સિકોમાં પણ Gen Z આંદોલન, યુવાનો રસ્તા પર ઉતર્યા
November 16, 2025
ભ્રષ્ટાચાર અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે આક્રોશ
મેક્સિકો - અમેરિકાના પાડોશી દેશ મેક્સિકોમાં પણ Gen Z ( ઝેન ઝી ) આંદોલન શરૂ થઈ ગયા છે. શનિવારે હજારોની સંખ્યામાં યુવાનો મેક્સિકો સિટીમાં રસ્તા પર ઉતર્યા હતા. મેક્સિકોમાં સતત વધી રહેલા ભ્રષ્ટાચાર તથા કાયદો અને વ્યવસ્થાની લથડતી સ્થિતિ વિરુદ્ધ યુવાનો દેખાવો કરી રહ્યા છે. આ દરમિાયન આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં તેમણે પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો, લાઠી-દંડાથી હુમલા કર્યા હતા. આ ઘર્ષણમાં 100 પોલીસ જવાન કુલ 120 લોકોને ઈજા થઈ હતી, જ્યારે 20થી વધુની ધરપકડ કરાઈ છે. યુવાનોને વિખેરવા માટે પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.
બીજી તરફ મેક્સિકોના વિપક્ષ તરફથી આ આંદોલનને ભરપૂર સમર્થન આપવામાં આવી રહ્યું છે. યુવાનોના આ આંદોલનનું પ્રતીક સમુદ્રી ડાકુઓની ખોપરી દર્શાવતો ધ્વજ છે. મેક્સિકોના યુવાનો આ ઝંડો લઈને રસ્તા પર ઉતરી પડ્યા છે.
મેક્સિકોમાં હાઈ પ્રોફાઈલ લોકોની હત્યાના કારણે પણ યુવાનોમાં આક્રોશ છે. હાલમાં જ મિચોઆકન રાજ્યના લોકપ્રિય મેયર કાર્લોસ મંજોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પછી જ યુવાનોમાં ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. આ જ કારણસર દેશની કાયદો વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે આંદોલન શરૂ થઈ ગયું છે. મેક્સિકોના પ્રમુખ ક્લાઉડિયા શીનબામનો આરોપ છે કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી ભીડને ભડકાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.
Related Articles
25ના મોત, લાખો ઘરોમાં બત્તી ગુલ, ટ્રાન્સપોર્ટેશન ઠપ... અમેરિકામાં બરફના તોફાનની તબાહી
25ના મોત, લાખો ઘરોમાં બત્તી ગુલ, ટ્રાન્સ...
Jan 27, 2026
અમેરિકામાં પ્રાઈવેટ જેટ ક્રેશ, 7 લોકોના મોત, હિમવર્ષાના કારણે બની ઘટના
અમેરિકામાં પ્રાઈવેટ જેટ ક્રેશ, 7 લોકોના...
Jan 27, 2026
ઈરાન પર હુમલાની તૈયારી કરી રહેલા અમેરિકા માટે UAEએ 'દરવાજા બંધ કર્યા'! હવે શું કરશે ટ્રમ્પ?
ઈરાન પર હુમલાની તૈયારી કરી રહેલા અમેરિકા...
Jan 27, 2026
વિનાશક બરફના તોફાનથી કહેર, 25 લોકોના મોત, 6 લાખથી વધુ ઘરમાં વીજ પુરવઠો ઠપ્પ
વિનાશક બરફના તોફાનથી કહેર, 25 લોકોના મોત...
Jan 27, 2026
હિંદ મહાસાગર પહોંચ્યું USS અબ્રાહમ લિંકન, અમેરિકી સૈન્યની તાકાત વધી
હિંદ મહાસાગર પહોંચ્યું USS અબ્રાહમ લિંકન...
Jan 27, 2026
મેક્સિકોમાં ફૂટબોલ મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 11 ના મોત, 12 લોકો ઈજાગ્રસ્ત
મેક્સિકોમાં ફૂટબોલ મેચ દરમિયાન અંધાધૂંધ...
Jan 26, 2026
Trending NEWS
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026