પહેલીવાર સોનું 75 હજારને પાર:દિવાળી-પુષ્ય નક્ષત્ર પહેલાં જ ભાવમાં ધરખમ વધારો થયો, ચાંદી પણ 90 હજારને પાર

September 25, 2024

નવી દિલ્હી  : સોનાની કિંમત આજે (25 સપ્ટેમ્બર) તેની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગઈ છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, બુધવારે 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 496 રૂપિયા વધીને 75,260 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ મંગળવારે તેની કિંમત 74,764 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી. આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનું રૂ.1167 મોંઘુ થઈ ગયું છે.

આજે ચાંદીના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો છે. તે 1,922 રૂપિયા મોંઘી થઈ અને 90,324 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી છે. અગાઉ ચાંદીનો ભાવ રૂ.88,402 હતો. આ વર્ષે 29 મેના રોજ ચાંદી તેની ઓલ-ટાઇમ હાઈ રૂ. 94,280 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી.

4 મેટ્રો અને અમદાવાદમાં સોનાનો ભાવ

દિલ્હી: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 70,750 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 77,170 રૂપિયા છે.
મુંબઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 70,600 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 77,020 રૂપિયા છે.
કોલકાતા: 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 70,600 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 77,020 રૂપિયા છે.
ચેન્નાઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 70,600 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 77,020 રૂપિયા છે.
અમદાવાદ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 70,600 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 77,020 રૂપિયા છે.

એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી હેડ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં સોના અને ચાંદીમાં વધારો જોવા મળી શકે છે. આ વર્ષે સોનું 78 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. જ્યારે ચાંદી પણ 1 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.